Site icon

રાણા દંપતીના ઘરે ઈન્સ્પેકશન કરવા ગયેલી BMCની ટીમ વિલા મોં એ પાછી ફરી, જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા(MP Navneet rana) અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણા(Ravi rana) ના ઘરે ગેરકાયદે બાંધકામ નું (Illegal construction)ઈન્સ્પેકશન કરવા ગયેલી BMCની ટીમને વિલા મોં એ પાછું ફરવું ફરવું પડયું છે. રાણા દંપતીના ઘરે તાળું લાગેલું હોવાથી પાલિકાની ટીમ તેમના ઘરનું નિરીક્ષણ કરી શકી નહોતી.

Join Our WhatsApp Community

BMCએ રાણા દંપતીને તેમના મુંબઈમાં  ખાર(વેસ્ટ)માં(Khar) 14મા રોડ પર આવેલી લાવી બિલ્ડિંગમાં આવેલા  ઘરને નોટિસ પાઠવી હતી.  BMC દ્વારા તેમને મોકલવામાં આવેલી નોટિસ અનુસાર, મુંબઈના(Mumbai) ખાર પરામાં આવેલા તેમના નિવાસસ્થાનની BMC તપાસ કરવા માટે 4 મે, 2022 ના જવાની હતી. BMC ને શંકા છે કે આ બાંધકામ મંજૂર કરેલા પ્લાન માં ચેડા કરીને બનાવવામાં આવ્યું છે.  BMCએ ઓવર-કન્સ્ટ્રક્શન(Over construction) અને અમુક નિયમોના ઉલ્લંઘન ની ફરિયાદ પર તપાસ નોટિસ જારી કરી છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના 26 મુસ્લિમ ધર્મગુરુઓએ લીધો મોટો નિર્ણય, લાઉડસ્પીકર વિના થશે સવારની અઝાન.

રાજદ્રોહના આરોપ હેઠળ ધારાસભ્ય રવિ રાણા અને તેમના પત્ની સાંસદ નવનીત રવિ રાણા છેલ્લા થોડા દિવસથી જેલમાં છે. હજી બુધવારે જ કોર્ટે તેમને શરતી જામીન(Conditional bail) આપ્યા હતા. જોકે બુધવારના તેઓનો જેલ થી છૂટકારો થયો નહોતો. તેથી તેમના ઘરમાં તાળુ હતું. છતાં પાલિકાની ટીમ નિયમ મુજબ બુધવારે તેમના ઘરે ઇન્સ્પેકશન માટે પહોંચી ગઈ હતી. જોકે ઘરમાં કોઈ ન હોવાથી બંધ બારણે તેઓ પાછા ફર્યા હતા. પાલિકાના અધિકારીના કહેવા મુજબ આજે તેઓ ફરી તેમના ઘરે ઇન્સ્પેકશન માટે જશે.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version