મુંબઈની ચોપાટી પર બનશે નવા શૌચાલયો, BMC ખર્ચશે અધધ આટલા કરોડ…. જાણો વિગતે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈની ચોપાટી(Mumbai chowpatty)નું પર્યટકો(tourist)માં ભારે ક્રેઝ છે. મોટી સંખ્યામાં પર્યટકો ચોપાટી પર ફરવા આવે છે. પરંતુ પર્યટકોની સંખ્યાની પૂરતા શૌચાલયની સગવડ નથી. તેથી મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ મુંબઈની જુદી જુદી ચોપાટી, બીચ પર નવ 27 શૌચાલય(public toilet) ઊભા કરવાનો નિર્ણય લીધો છે. તે માટે લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિને(geographical situation) કારણે તેને મોટી સંખ્યામાં દરિયા કિનારાનો લાભ મળ્યો છે. મુંબઈના દરિયા કિનારા(Beach) પર મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા હોય છે. રજાના દિવસે પર્યટકોની સંખ્યા વધી જતી હોય છે. તેની સામે પર્યટકોને જોઈએ તે મુજબની સુવિધા ઉપલબ્ધ નથી થતી. તેથી પાલિકાએ ખાસ કેન્દ્ર સરકારના(Central govt) સ્વચ્છ ભારત અભિયાન(Swachh Bharat Abhiyan) હેઠળ ચોપાટી અને બીચ પર શૌચાલયની સંખ્યા વધારવાની છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!! નાળા સફાઈ પર હવે સામાન્ય મુંબઈગરા પણ આ રીતે નજર રાખી શકશે. જાણો વિગતે.

મુખ્યત્વે  ગિરગામ, દાદર, માહિમ, જુહુ, વર્સોવા, મઢ, માર્વે, મનોરી અને ગોરાઈ દરિયા કિનારા પર શૌચાલય ઊભા કરવામાં આવવાના છે. મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલય બાંધવામાં આવશે. તે માટે પાલિકા 3 કરોડ 33 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની છે. 
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment