News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ઈસ્ટર્ન ફ્રી(Eastern Freeway) બાંધ્યા બાદ પણ દક્ષિણ મુંબઈ તરફની ટ્રાફિકની સમસ્યા(Traffic problem) હજી પણ કાયમી ઉકેલ આવ્યો નથી. તેથી હવે મુંબઈ મહાનગરપાલિકા(BMC) એ ઈસ્ટર્ન ફ્રીવેની સમાંતર એક સર્વિસ રોડ(Service Road) બનાવવાની યોજના બનાવી છે, જે દક્ષિણ મુંબઈમાં પી.ડિમેલો રોડને(P. Dimelo Road) ચેમ્બુરમાં(Chembur) ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (EEH) સાથે જોડશે.
પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ કટોકટીના સમયે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના(Ambulance and Fire Brigade) વાહનો આગળ વધી શકે અને ટ્રાફિક પણ સરળતાથી ચાલતો રહે તે માટે આ પહેલ કરવામાં આવી છે.
BMCના રોડ ડિપાર્ટમેન્ટના(Road Department) વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ પ્રસ્તાવિત સર્વિસ રોડ ચાર કિલોમીટર લાંબો હશે અને વડાલાના ભક્તિ પાર્કથી જીજામાતા ચોક સુધી લંબાવશે. આ પ્રોજેક્ટ માટે રૂ. 62 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુખ્યપ્રધાન શિંદેની મોટી જાહેરાત- આ લોકો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચાશે
ઈસ્ટર્ન ફ્રીવે ફ્લાયઓવરની નીચે એક મુખ્ય રસ્તો છે જે દયા શંકર માર્ગ અને બોમ્બે પોર્ટ ટ્રસ્ટ (BPT) વચ્ચે છે, તેને સમાંતર આ સર્વિસ રોડ બનાવવામાં આવશે. અગાઉ, આ રોડની જાળવણી મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા કરવામાં આવી હતી અને ફ્રીવેને ઔપચારિક રીતે ખોલવામાં આવ્યા બાદ તેને BMCને સોંપવામાં આવ્યો હતો. તેથી પાલિકાએ હવે આ સર્વિસ રોડ બનાવવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.
આ રસ્તો ફ્લાયઓવરની નીચે જ બાંધવામાં આવશે અને ફ્રીવેની સમાંતર ચાલશે. હાલના રસ્તાની હાલની પહોળાઈ 40 મીટર છે, જ્યારે તે સામાન્ય રીતે 60 મીટર હોવી જોઈએ. 2034 ના ડેવલપમેન્ટ પ્લાન મુજબ કોઈપણ મુખ્ય માર્ગની સાથે 10-મીટર પહોળા સર્વિસ રોડ બનાવવાનું પણ ફરજિયાત છે. પર્યાપ્ત જગ્યાના અભાવને કારણે, એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન જેવા ઇમરજન્સી વાહનોને આ માર્ગ પરથી પસાર થતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! ભક્તોની માનતા પૂરી કરવા પંકાયેલા આ ગણપતિબાપ્પાના મંડળને જ BMCએ ફટકાર્યો 3.66 લાખ રૂપિયાનો દંડ. જાણો શું છે સમગ્ર મામલો.