સાવધાન : માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો આવી બનશે, તહેવારોને ધ્યાન રાખી BMC વધારશે કલીન-અપ માર્શલ્સની સંખ્યા; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 જુલાઈ 2021

મંગળવાર

કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે, એ સાથે જ લૉકડાઉનના નિયમોમાં રાહત આપવામાં આવી છે. એથી લોકો સાર્વજનિક સ્થળોએ ભીડ વધારી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે, તહેવારો પણ નજીક આવી રહ્યા છે. એથી મુંબઈ મહાનગરપાલિકાએ ક્લીન-અપ માર્શલ્સની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.

મુંબઈમાં ખાસ કરીને દાદર, બોરીવલી, અંધેરી, ક્રાફર્ડ માર્કેટ જેવા પરિસરમાં લોકો ધૂમ ખરીદી કરવા નીકળી રહ્યા છે. એને કારણે આ પરિસરમાં ભારે ગિરદી થઈ રહી છે. આ સમયે લોકો માસ્ક પહેરવાથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરી  રહ્યા છે. એમાં પાછું આવતા મહિનાથી તહેવારો ચાલુ થઈ જશે. એથી વધુ ભીડ થવાની શક્યતા છે. પાલિકાએ વધુ ભીડ થતી હોય એવાં સ્થળો પર માર્શલ્સની સંખ્યા વધારવાની છે. એ સિવાય રેલવે સ્ટેશન અને બસસ્ટૉપ પર વધુ ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કરાશે.

આઘાતજનક : મુંબઈમાં ચાર દિવસમાં જ 90 કરતાં વધુ મૃત્યુ, મુંબઈ મહાનગરપાલિકા કરશે મૃત્યુના કારણનો અભ્યાસ; જાણો વિગત

હાલ મુંબઈમાં માસ્ક વગરના સૌથી વધુ K-વેસ્ટ વૉર્ડમાં એટલે કે અંધેરી(વેસ્ટ), જોગેશ્વરી અને વિલેપાર્લે(વેસ્ટ)માં વધુ લોકો પકડાય છે. એમાં પણ અંધેરી વિસ્તારમાં મોટા પાયા પર કૉમર્શિયલ એરિયા હોવાથી અહીં માસ્ક વગરના વધુ લોકો પકડાઈ રહ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More