ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જુલાઈ, 2021
શનિવાર
મુંબઈ વધતાં જતાં વાહનોની સંખ્યામાં સામે પાર્કિંગની સગવડ પૂરતા પ્રમાણમાં નથી. એથી લોકો મનફાવે એમ રસ્તા પર વાહનો પાર્ક કરીને જતા રહે છે. એથી ટ્રાફિકની સમસ્યા નિર્માણ થતી હોય છે. એના ઉપાયરૂપે મુંબઈ મહાનગરપાલિકાની નવી નિમાયેલી મુંબઈ પાર્કિંગ ઑથૉરિટીએ (MPA) હવે મુંબઈના ત્રણ વૉર્ડમાં પ્રાયોગિક ધોરણે નવો પાર્કિંગ પ્લાન અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત ઑનલાઇન પોર્ટલ્સથી પાર્કિંગ સ્પેસ બુક કરી શકાશે.
બાપરે! બોરીવલીમાં વાંદરાઓએ મચાવ્યો કાળો કેર, મહિલા થઈ જખમી; જાણો વિગત
ઑગસ્ટ મહિનાથી મુંબઈના D વૉર્ડના ગ્રાન્ટ રોડ, K-વેસ્ટ વૉર્ડના અંધેરી (વેસ્ટ) અને S વૉર્ડના ભાંડુપમાં ઑનલાઇન પાર્કિંગ સ્પેસ બુક કરી શકાશે. નવી ઑથૉરિટી નવા પાર્કિંગના દર પણ નક્કી કરવાની છે. જાન્યુઆરીમાં બનેલી નવી MPA દ્વારા આ નવી યોજના અમલમાં મૂકવા પહેલા એક મહિનો સર્વે કર્યો હતો. જેમાં પાર્કિંગ સ્પેસ, દરેક પ્રકારનાં વાહનોની પાર્કિંગની જરૂરિયાત, ડ્યુરેશન, પિક અને અને ડ્રૉપ ફેસિલિટી વગેરેની માહિતી ભેગી કરીને એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.