ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 જાન્યુઆરી 2021
મુંબઇમાં 500 ચોરસ ફૂટથી ઓછી કિંમતના ઘરમાં રહેનારા લોકોએ ટૂંક સમયમાં ઊંચો સંપત્તિ કર ભરવો પડશે. પાછલા વર્ષ કરતા આ વર્ષના કર આકારણી અંગે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ ચહલે કહ્યું કે "રાજ્યની વિધાનસભાએ બીએમસી એક્ટમાં સુધારો કરતી વખતે માત્ર સામાન્ય ટેક્સ માફ કરવાની મંજૂરી આપી હતી.
આથી સમાજ ફેર થતા ફક્ત સામાન્ય ટેક્સ માફ કરવાને બદલે, અમે અન્ય સાત ઘટકોને પણ માફ કરી દીધા. આ વર્ષે અમને અમારી ભૂલનો અહેસાસ થયો અને સરકારને તેના વિશે જાણ કરી દીધી છે.
શહેરમાં 1.85 લાખ આવાસ એકમો છે જે કદમાં 500 ચોરસફૂટથી પણ ઓછા છે. બીએમસી આ એકમો પાસેથી મિલકત વેરા તરીકે વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ તરીકે 360 કરોડની આવક મેળવે છે, જેમાં સામાન્ય કર સહિત અન્ય સાત પ્રકારના ટેક્સ પણ છે. અન્ય સાત ઘટકોને માફ કરવા માટે BMC એ 285 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. જે યુનિટ દીઠ આશરે રૂ. 150 થશે.
ચહલે કહ્યું કે બીએમસી ગયા વર્ષે માફ કરાયેલી વધુ રકમની રિકવરી કરવાનું વિચારી રહ્યું છે. આથી હજી નિર્ણય લેવાનો બાકી છે કે બાકી લેણાં કઈ તારીખ સુધીમાં વસૂલાત કરવામાં આવશે.