News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કોરોનાનો ફેલાવો હવે નિયંત્રણમાં છે. જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ ઓછો થયો છે. કેન્દ્ર સરકારે કોવિડ પ્રતિબંધક નિયંત્રણો ૩૧ માર્ચથી દૂર કર્યા છે. તેથી માસ્કની જરૂર નથી એવું લોકો માનવા માંડ્યા છે. જો કે મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે સાર્વજનિક સ્થળે માસ્ક વગર ફર્યા તો યાદ રાખજો!
કેન્દ્ર સરકારે કોવિડ પ્રતિબંધક નિયંત્રણો ૩૧ માર્ચથી હટાવી લેવાની જાહેરાત કરી છે. આ દરમિયાન એવા અહેવાલો વહેતા થયા હતા કે મુંબઈમાં હવે માસ્ક પહેરવો ફરજિયાત નથી અને માસ્ક વગરના લોકો પાસેથી પાલિકા દંડ પણ વસૂલ નહીં કરે. જોકે પાલિકા પ્રશાસને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી છે કે મુંબઈમાં માસ્ક પહેરવો અનિર્વાય જ રહેશે. તથા સાર્વજનિક જગ્યા પર માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી દંડ પણ વસૂલાનું ચાલુ જ રખાશે.
દેશ કોરોનાની ત્રીજી લહેરથી મુક્ત થઈ ગયું છે. તેથી કેન્દ્ર સરકારે ૩૧ માર્ચથી કોવિડ પ્રતિબંધક નિયંત્રણો દૂર કરવાની જાહેરાત કરી છે. જોકે માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું આવશ્યક રહેશે. તેથી મુંબઈમાં પણ માસ્ક પહેરવો ફરજિયાત જ રહેવાનો છે. અહીં ઉલ્લેખનીય છે છેલ્લા બે વર્ષમાં માસ્ક વગરના લોકો પાસેથી લગભગ ૧૨૦ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : કાચલાઉ રાહત!! મુંબઈની ઉપનગરીય સોસાયટીઓને ફટકારેલી બિનઅકૃષિક ટેક્સની નોટિસ પર સ્ટે.. જાણો વિગતે
મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યું હતું કે મુંબઈમાં માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને માસ્ક નહીં પહેરનારા પાસેથી દંડ પણ વસૂલ કરવાનું ચાલુ જ રાખવામાં આવશે. જોકે આ કાર્યવાહી હવે ક્લીન-અપ માર્શલ્સ નહીં કરશે. હાલની એજેન્સીનો કોન્ટ્રેક્ટ 31 માર્ચના પૂરો થઈ ગયો છે. બીજી એજેન્સી નીમવા માટે ટેન્ડર બહાર પાડયા છે. બીજી એજેન્સી નીમવાની પ્રક્રિયા પૂરી થતી નથી ત્યાં સુધી પાલિકાના કર્મચારીઓ જ માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલવાનું કામ કરશે.