ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧ એપ્રિલ ૨૦૨૧
મુંબઈ મહાનગરપાલિકા દરરોજ ૫૦ હજાર લોકોને વેક્સિન આપે છે. આજથી 45 વર્ષની ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. હવે મુંબઈ મહાનગરપાલિકા ઈચ્છે છે કે તેઓ મુંબઈવાસીઓને ના ઘરે જઈને વેક્સિન નો ડોઝ આપે. આ માટે મુંબઈ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે પરવાનગી માંગી છે.
મહાનગર પાલિકાનું માનવું છે કે તેઓ આ યોજના થકી દરરોજ એક લાખથી વધુ લોકોને વેક્સિન આપી શકશે. જો આવુ થશે તો આગામી સવા કે દોઢ મહિનાની અંદર આખું મુંબઈ શહેર સુરક્ષિત થઈ જશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ યોજના પહેલેથી લાગુ કરવામાં આવી છે. જો કે મહારાષ્ટ્ર સરકારે આવી કોઈ વિનંતી કેન્દ્ર સરકાર પાસે પાઠવી નથી. આ પરિસ્થિતિમાં આગામી બે દિવસમાં શું થાય છે તે જોવું રહ્યું.