ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
કોરોના ફેલાવનાર કેરિયર સૌથી ખતરનાક સાબિત થયા છે. શાકભાજી વેચનાર, દૂધ વિક્રેતા, ડીલેવરી બોય, ફેરીયા, કુરિયર કંપની નો સ્ટાફ આ તમામ લોકો એ શ્રેણીમાં આવે છે.એક વ્યક્તિ દિવસ દરમિયાન અનેક વ્યક્તિઓને મળતી હોવાને કારણે જો તે કોરોના સંક્રમિત હોય તો તે અનેક લોકોને કોરોના નો ચેપ લગાડી શકે છે. આ પરિસ્થિતિમાં મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે આ કેટેગરી હેઠળ આવનાર તમામ લોકોના દર પંદર દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
આ ઉપરાંત હોટલની અંદર કામ કરનાર તેમજ દુકાન માલિકોને અને સેલ્સમેનને દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ કરાવવા પડશે.
મહાનગરપાલિકાની યોજના એવી છે કે લોકોના સંપર્કમાં આવનાર વ્યક્તિઓના વારંવાર ટેસ્ટ કરવામાં આવે તો તેમનું સ્વાસ્થ્ય જળવાશે અને તેમના થકી તેમના ગ્રાહકોનું પણ સ્વાસ્થ્ય જળવાશે.
આજે લોકડાઉન ની તલવાર કોના પર ફરશે? મુંબઈ, પુના કે પછી નાગપુર?
