ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
મુંબઈની હાઈરાઈસ બિલ્ડિંગોમાં લાગતી આગ બુઝાવવા માટે મુંબઈ ફાયરબ્રિગેડ લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ ભવિષ્યમાં ડ્રોનની મદદથી આગ બુઝાવવામાં આવે એવા દિવસો બહુ દૂર નથી.
મુંબઈમાં ગગનચૂંબી ઈમારતોની સંખ્યા વધી રહી છે, તેની સાથે આગ જેવી દુર્ઘટનાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ફાયરબ્રિગેડ પાસે ઊંચી સિડી છે, પંરતુ જે રીતે મુંબઈમાં ગલીએ ગલી ટાવરો ખડા થઈ રહ્યા છે, તેનો જોતા આ સિડી તેની સામે નાની પડી રહી છે. ફાયરબ્રિગેડે એટલે જ હવે હાઈરાઈઝ બિલ્ડિંગમાં ઉપરના માળા પર ડ્રોનની મદદથી આગ બુઝાવવાની તૈયારી કરી રહી છે. તે માટે કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
અરે વાહ ! મુંબઈગરાને જોવા મળશે અરબી સમુદ્રનો અદભુત નજારો…જાણો વિગત, જુઓ વિડિઓ
અહીં ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર, ૨૦૨૧માં કરી રોડ અવિધ્ન પાર્ક બિલ્ડિંગમાં લાગેલી આગ દરમિયાન ડ્રોનનો ઉપયોગ આગનું ચોક્કસ લોકેશન જાણવા માટે કરવામાં આવ્યો હતો. હવે પાલિકાએ આગ બુઝાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવા માગે છે.