ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈના પશ્ચિમ પરામાં કાયમથી ઓછું અને દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદ રહી છે. આ સમસ્યા કાયમી સ્વરૂપે દૂર કરવા મુંબઈ મહાનગરપાલિકા નવી પાણીની પાઈપલાઈન બેસાડવાની છે.
પાલિકા લગભગ ચાર કરોડ ૬૭ લાખ રૂપિયાના ખર્ચ કરવાની છે. જેમાં પાણીની જૂની પાઈપલાઈન બદલી નાખવામાં આવશે, તેની સામે વધુ વ્યાસવાળી પાઈપલાઈન નાખવામાં આવશે.
પાણી પુરવઠા ખાતાના કહેવા મુજબ પશ્ચિમ પરાના બાંદ્રા, ખાર, અંધેરી, જોગેશ્ર્વરી, ગોરેગામ, મલાડ, કાંદીવલીના ૩૬ સ્થળોએ પાણીની પાઈપલાઈન બદલી નખાશે.
જૂની પાઈપલાઈન કટાઈ ગઈ હોવાથી અનેક જગ્યાએ લીકેજ રહેતું હતું. તેથી પાણીમાં બહારનું ગંદુ પાણી મિક્સ થઈ જતું હતું અને લોકોના ઘર સુધી દૂષિત પાણી પહોંચતું હતું. તો પાઈપલાઈન ના ગળતરન કારણે લોકોને ઓછું પાણી મળતું હતું. જોકે પાઈપલાઈન બદલવાથી આ સમસ્યાનો ઉકેલ આવી જશે એવો દાવો પાલિકાએ કર્યો છે.