ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈમાં સ્કૂલ-કૉલેજ શરૂ થયાને બે અઠવાડિયાંથી વધુ સમય થયો છે. બુધવારથી ડિગ્રી કૉલેજો શરૂ થશે. શાળા અને કૉલેજોના મૅનેજમેન્ટ દ્વારા સાવચેતીનાં પગલાં યોગ્ય રીતે લેવાઈ રહ્યાં છે. પાલિકા પણ એમાં કોઈ જાતની બેદરકારી રાખવા નથી માગતી. એથી પાલિકા શાળાઓમાં કોરોના ટેસ્ટ કરશે અને કૉલેજોમાં વેક્સિનેશન કૅમ્પ લગાવશે. બધા જ કૅમ્પ શાળા અને કૉલેજોમાં પરવાનગી મેળવીને લગાવાશે.
હાલમાં શહેરમાં 1,500 શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજરી પુરાવી રહ્યા છે. એમાંથી અત્યાર સુધી એક પણ વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો નથી. પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે સ્કૂલોમાં કોરોના ટેસ્ટિંગની તૈયારી અમે કરી લીધી છે. સ્કૂલોમાં રોજ થનારા સ્ક્રિનિંગમાં એક પણ બાળકમાં કોરોનાનાં લક્ષણ દેખાયાં તો અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ પણ અમે શરૂ કરી દઈશું. કોરોનાં લક્ષણ ધરાવનારા વિદ્યાર્થીની જાણકારી સ્કૂલે તરત વૉર્ડના સ્વાસ્થ્ય વિભાગને આપવી પડશે.
નેતાજી ફસાયા..! 28 વર્ષ જૂના કેસમાં ભાજપના આ ધારાસભ્યને થઇ 5 વર્ષની જેલ; કારણ જાણીને ચોંકી ઉઠશો
સુરેશ કાકાણીએ વધુમાં જણાવ્યું હતું કે BMC ડિગ્રી કૉલેજ શરૂ કર્યા બાદ ૧૮ વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓના રસીકરણ કૉલેજમાં કરશે. કૉલેજ મૅનેજમેન્ટ વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે પાલિકા પાસે અરજી કરશે તો 'વેક્સિનેશન ઑન વ્હીલ્સ'નું કૉલેજોમાં આયોજન કરવામાં આવશે. આ વિશે દરેક વૉર્ડના આસિસ્ટન્ટ કમિશનરને સૂચનાઓ પણ અપાઈ છે.