News Continuous Bureau | Mumbai
બોરીવલી(વેસ્ટ)માં(Borivali (West) સાંઈબાબા નગરમાં(Saibaba Nagar) આવેલી 44 વર્ષ જૂની ઓમ શ્રી ગીતાંજલી નગર(Om Sri Gitanjali Nagar) સોસાયટીની જોખમી બે વિંગ સોમવારે સોસાયટી અને બિલ્ડરે ડીમોલીશ(Demolish) કરી નહોતી. તેથી હવે આજે પાલિકાના આર-સેન્ટ્રલ વોર્ડ(Palika R-Central Ward) દ્વારા તેને તોડી પાડવામાં આવવાની છે. બિલ્ડિંગ ડીમોલીશન(Building demolition) કરવાનો ખર્ચો પાલિકા આ સોસાયટી પાસેથી વસૂલ કરશે એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
બોરીવલીની આ બિલ્ડિંગની એ વિંગ શુક્રવારે બપોરના લગભગ 12 વાગ્યાની આસપાસ તૂટી પડી હતી. બિલ્ડિંગ તૂટી પડવાના બે કલાક પહેલા જ તેમાં રહેતા ત્રણ પરિવારે બિલ્ડિંગ ખાલી કરી નાખી હતી. તેથી સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. બાકીની ત્રણ વિંગમાં રહેતા 30 પરિવારે તુરંત જ આ વિંગ તૂટી પડયા બાદ ઈમારત ખાલી કરી નાખી હતી.
શુક્રવારે એ વિંગ તૂટી પડ્યા બાદ રહેવાસીઓએ બિલ્ડિંગમાં ધ્રુજારી આવતી હોવાની ફરિયાદ કર્યા બાદ પાલિકાએ શુક્રવારે બી-1 વિંગ તોડી પાડી હતી. ત્યારબાદ પાલિકાએ હાઈકોર્ટમાં(High Court) આ મુદ્દે અરજી કરી હતી, જેમાં કોર્ટે 48 કલાકની મુદત આપીને સોસાયટીને તેમની બિલ્ડીંગ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : આ સડક સમ્મોહન શું છે- બોમ્બે પુના હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયા પછી નવી ચર્ચા સામે આવી
આર-સેન્ટ્રલ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર(Assistant Commissioner) નિવૃતિ ગોંધલીએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે સોસાયટીએ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ 48 કલાકની અંદર બિલ્ડીંગ તોડી પાડશે. પરંતુ તેમને કોન્ટ્રેક્ટર નહીં મળતા તેઓ સોમવારે બિલ્ડીંગ તોડી શક્યા નહોતા. તેમની મુદત પૂરી થઈ જતા હવે આજે પાલિકા આ જોખમી વિંગને તોડી પાડશે. ત્યાર બાદ તેનો ખર્ચ આ સોસાયટી પાસેથી વસૂલ કરશે..
અહીં ઉલ્લેખનીય છે કે આ સોસાયટીના કમ્પાઉન્ડમાં 13 ઈમારતો છે, તેમાંથી ચારને 2020માં જર્જરિત, જોખમી જાહેર કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : TikTok સ્ટાર અને ભાજપની નેતાનું ગોવામાં હ્રદયરોગના હુમલાથી થયું નિધન