Site icon

કોવિડથી મૃત્યુ પામેલાઓની વિધવાઓને વહારે આવી મુંબઈ મનપા. મહિલાઓને આપવામાં આવશે આ મદદ જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 23 નવેમ્બર  2021 
મંગળવાર.

વિધવા મહિલાઓની મદદે મુંબઈ મહાનગરપાલિકા આગળ આવી છે. કોરોના મહામારીમાં જે મહિલાઓના પતિના મૃત્યુ થયા છે, તેવી ગરજુ મહિલાઓને આર્થિક દ્રષ્ટિએ સધ્ધર અને સ્વાવલંબી બનાવવા પાલિકા તરફથી ઘરઘંટી, સિલાઈમશીન જેવા સાધનો આપવામાં આવવાના છે.
વિધવા મહિલાઓની સાથે જ સામાન્ય વર્ગની મહિલા અને વિધવાઓ, છૂટાછેડા થયેલી મહિલાઓને તેમ જ 40 વર્ષથી ઉપરની અવિવાહિત મહિલાઓને આ સાધનો ઉપલબ્ધ કરી આપવામાં આવવાના છે. મુંબઈમાં દરેક નગરસેવકના વોર્ડમા ચાર ઘરઘંટી, પાંચ સિલાઈ મશીન જેવા સાધનો આપવામા આવવાના છે. પાલિકા આ મદદ જેન્ડર બજેટમાંથી મહિલાઓને સ્વયંરોજગાર ઉપલબ્ધ કરી આપવા કરવાની છે. 

Join Our WhatsApp Community

મુંબઈમાં શાળાઓ ક્યારથી ખુલશે? કોવિડ ટાસ્ક ફોર્સે આ કામ થયા પછી જ સ્કૂલ શરૂ કરવાની આપી સલાહ 

દરેક વોર્ડમાં ચારના હિસાબે કુલ 908 ઘરઘંટી લેવામાં આવવાની છે, એક ઘરઘંટી કિંમત 20,061 છે. પાલિકા તે  માટે 95 ટકા રકમ એટલે કે 19,058 રૂપિયાની મદદ કરશે. લાભાર્થીઓને 1,003 રૂપિયા ખર્ચવા પડશે. દરેક વોર્ડમાં પાંચ એમ કુલ 1135 સિલાઈ મશીન ખરીદવામાં આવવાના છે. એક મશીનની કિંમત 12,221 રૂપિયા છે. પાલિકા 95 ટકા એટલે કે કુલ 19,610 રૂપિયા ખર્ચશે.

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version