Site icon News Continuous Bureau | Mumbai

પાણીની, રસ્તાની કે પછી કચરાની સમસ્યા છે ? તો ફોન કરો પાલિકાની હેલ્પલાઈન પરઃ નગરસેવકનું કામ કરશે હેલ્પલાઈન. જાણો કઈ રીતે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02, માર્ચ 2022,

Join Our WhatsApp Channel

બુધવાર,

ઘરમાં, સોસાયટી, ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણી નથી આવતું, ગટરો ભરાઈ ગઈ છે એવી અનેક સમસ્યાઓની ફરિયાદ હવે મુંબઈગરા પોતાના નગરસેવકોને બદલે પાલિકાને સીધી જ કરી શકશે.મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની મુદત 7 માર્ચ 2022ના પૂરી થઈ રહી છે. તેથી નગરસેવકોની ગેરહાજરીમાં નાગરિકોની સુવિધા માટે પાલિકા પ્રશાસન જ સીધી નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવશે. તે માટે પાલિકા પોતાના 24 વોર્ડમાં 24 ફોન નંબર ઉપલબ્ધ કરી આપવાની છે. 

સાત માર્ચના નગરસેવકોની મુદત પૂરી થવાની સાથે જ આઠ માર્ચથી પાલિકાનો કારભાર સંભાળવાની જવાબદારી  એડમિનિસ્ટ્રેશનની હશે. પાલિકાની ચૂંટણી થઈને નવા નગરસેવકો ચૂંટાઈ નહીં ત્યાં સુધી નાગરિકોને પોતાની ફરિયાદો પાલિકાને સીધી જ કરવાની રહેશે. તે માટે નાગરિકો પાલિકાનો 1916 ટોલ ફ્રી નંબર પર તો સંપર્ક કરી જ શકશે. પરંતુ એ સાથે જ 24 વોર્ડમાં 24 હેલ્પલાઈન નંબર પણ ઉપલબ્ધ થશે.

મુંબઈગરાઓ પાણી સંભાળીને વાપરજો, શહેરના આ ડેમમાં ટેકનિકલ સર્જાતા આટલા ટકા પાણી કાપ રહેશે… 

સામાન્ય રીતે દરેક વોર્ડમાં સ્થાનિક સ્તરે સુવિધા માટે અને ફરિયાદ કરવા માટે નગરસેવક જ હોય છે. તેથી પાણીની સમસ્યા હોય કે કચરાની સમસ્યા, લાઈટ, મલનિસારણ, રસ્તા જેવી કોઈ પણ ફરિયાદ નાગરિકો નગરસેવકોને જ કરતા હોય છે.
કોરોનાને કારણે પાલિકાની ચૂંટણી લંબાઈ ગઈ છે. તેથી જ્યાં સુધી ચૂંટણી થતી નથી અને નગરસેવકો તેમ જ પાલિકાની જુદી જુદી વૈદ્યાનિક કમિટીની રચના થતી નથી, ત્યાં સુધી એડમિનિસ્ટર જ પાલિકાનો કારભાર સંભાળશે અને નાગરિકોની ફરિયાદ સીધી પાલિકા પ્રશાસન જ કાને ધરશે.

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version