Site icon

Mumbai: મઢ-વર્સોવા રોડના ટ્રાફિકના ઉકેલ માટે BMC હવે કેબલ-સ્ટેડ બ્રિજ બનાવાશે, રુ. 1800 કરોડનો ખર્ચ કરશે..

Mumbai: વર્સોવા અને મઢ બંને પશ્ચિમી ઉપનગરોમાં આવેલા હોવા છતાં, બંને સ્થળોને જોડતો કોઈ સીધો માર્ગ નથી. તેથી લોકો તેમના રોજિંદા મુસાફરી માટે હાલ ફેરી સેવાનો ઉપયોગ કરે છે. જો કે, ચોમાસા દરમિયાન ચાર મહિના સુધી ફેરી સેવા સ્થગિત રહે છે. તેથી આ બ્રિજ હવે કનેક્ટીવીટીને વધારશે..

BMC will now build cable-stayed bridge to ease traffic on Madh-Versova road, Rs. 1800 crore will be spent..

BMC will now build cable-stayed bridge to ease traffic on Madh-Versova road, Rs. 1800 crore will be spent..

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) એ રવિવારે (3 માર્ચ) એક કેબલ-સ્ટેડ બ્રિજ બનાવવા માટે રૂ. 1,800 કરોડનું ટેન્ડર આમંત્રિત કર્યું હતું. જેમાં હવે મઢ-વર્સોવા રોડ પર ટ્રાફિક ઓછી કરવા અહીં ખાડી પર પુલ બનાવવામાં આવશે 

Join Our WhatsApp Community

સૂચિત કેબલ-સ્ટેડ બ્રિજ ( cable-stayed bridge ) વર્સોવા ક્રીક પુલ ઉપરથી પસાર થશે, જે અરબી સમુદ્રના પ્રવેશદ્વાર છે. 1.5 કિમી લંબાઇ અને 27.5 મીટર પહોળા આ ફ્લાયઓવરમાં બ્રિજ પર ચાર લેન હશે, દરેક બાજુએ બે લેન રહેશે.

વર્સોવા અને મઢ ( Madh-Versova Road ) બંને પશ્ચિમી ઉપનગરોમાં આવેલા હોવા છતાં, બંને સ્થળોને જોડતો કોઈ સીધો માર્ગ નથી. તેથી લોકો તેમના રોજિંદા મુસાફરી માટે હાલ ફેરી સેવાનો ઉપયોગ કરે છે. જો કે, ચોમાસા દરમિયાન ચાર મહિના સુધી ફેરી સેવા સ્થગિત રહે છે. આ ઉપરાંત, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ( Western Express Highway ) અથવા SV રોડ દ્વારા મઢ ટાપુ અને વર્સોવા વચ્ચેનો 22-કિમીનો માર્ગ એ માત્ર સફરનો એકમાત્ર ઉપલબ્ધ માર્ગ છે. જે સામાન્ય રીતે પીક અવર્સના સમયે 45-60 મિનિટ લે છે.

 BMCએ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 36 મહિનાની સમયમર્યાદા નક્કી કરી

નોંધનીય છે કે આ ( Madh Versova  cable stayed bridge ) પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી આયોજનના તબક્કામાં છે. આ પ્રોજેક્ટ સત્તાવાર રીતે 2015 માં પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટની અંતિમ બ્લુ પ્રિન્ટ 2020 માં BMC દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Bandra Bridge: બાંદ્રા સ્ટેશનનો આ FOB સમારકામ માટે દોઢ મહિનો રહેશે બંધ..પશ્વિમ રેલવેનો મહત્ત્વનો નિર્ણય.

જો કે, સૂચિત સંરેખણ ગાઢ મેન્ગ્રોવ કન્ઝર્વેશન અને દરિયાકાંઠાના નિયમનકારી ક્ષેત્રોમાંથી પસાર થયું હતું. જેમાં પર્યાવરણીય મંજૂરીની જરૂર હતી. માર્ચ, 2022માં, મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) એ BMCને મેન્ગ્રોવને થતા નુકસાનને ઘટાડવા માટે વૈકલ્પિક સંરેખણ ઘડવા જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટને વર્સોવા- મઢ માછીમારી સમુદાય દ્વારા તેમની બોટ પાર્ક કરવાની ચિંતાને કારણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ટેન્ડર દસ્તાવેજ અનુસાર, આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1,800 કરોડ છે, જે તેની મૂળ 2015ની કિંમત કરતાં ચાર ગણો છે. BMCએ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 36 મહિનાની સમયમર્યાદા નક્કી કરી છે. વધુમાં, આ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મેન્ગ્રોવસ પર થતી અસર ઘટાડવા માટે બાંધકામ દરમિયાન કામચલાઉ પુલની પણ સ્થાપના કરવામાં આવશે.

 

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version