કમાલ છે! અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર ચાર વર્ષમાં જ પડી તિરાડો, VJTI આપશે ટેક્નિકલ સલાહ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

ગુરુવાર

ચાર વર્ષ પહેલાં નવા બંધાયેલા અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર તિરાડો પડી ગઈ છે. એથી મુંબઈ મહાનગરપાલિકાએ VJTIની ટેક્નિકલ સલાહ લઈને રસ્તાનો અમુક હિસ્સો ફરી બાંધવાનો નિર્ણય લીધો છે. આ માટે VJTIને 10 લાખ રૂપિયાની ફી આપવામાં આવવાની છે.

ચાર વર્ષમાં જ રસ્તા પર તિરોડ પડી જવાને કારણે રસ્તાની ગુણવત્તા સામે સવાલ થઈ રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરને જોડનારો આ મહત્ત્વનો રસ્તો માનવામાં આવે છે. મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ હોવાની સાથે જ ઍરપૉર્ટને કનેક્ટેડ ગણાતા રસ્તા પર ભારે ટ્રાફિક રહેતો હોય છે. 2016માં મેટ્રોના કામને કારણે રસ્તાને ભારે નુકસાન થયું હતું. એથી રસ્તાને નવેસરથી બાંધવામાં આવ્યો હતો, પરંતુ ફક્ત ચાર વર્ષમાં જ રસ્તા પર મોટા પ્રમાણમાં તિરોડો પડી ગઈ છે.

સંભાળજો! શું કાંદિવલી કોરોનાનું હૉટ સ્પૉટ બની રહ્યું છે? કાંદિવલીની આ સોસાયટીમાં કોરોનાના 17 કેસ નોંધાયા, તો એકલા કાંદિવલીમાં જ ડેલ્ટા પ્લસના પાંચ કેસ; જાણો વિગત

રસ્તાને સિમેન્ટ કોંક્રીટનો બનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર અનેક તિરોડો પડી ગઈ હોવાનું જણાઈ આવ્યું છે. VJTI રસ્તાનું ભૌગોલિક સર્વેક્ષણ કરવાની છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More