News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) ટૂંક સમયમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્દેશો અનુસાર મુંબઈના દરિયા અને નદીઓ ( revive three rivers ) અને તળાવોમાં ગટરનું પાણી ( sewer ) જતું રોકવા માટે DPR તૈયાર કરશે. આ માટે બીએમસીએ સીવરેજ લાઇનમાંથી ગટરનું પાણી દરિયામાં જતું રોકવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે.
BMC અધિકારી દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર, મુંબઈની નદીઓ અને સમુદ્રમાં ગંદા પાણી છોડવાને કારણે સમુદ્ર અને નદીઓમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. મુંબઈમાં મોટાભાગનું ગટરનું પાણી સીધું ખાડીઓ અને નદીઓમાં છોડવામાં આવે છે. જેના કારણે દરિયાની સાથે નદીઓ પણ પ્રદૂષિત થાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ભૂતકાળમાં ગટરનું પાણી દરિયામાં છોડવા બદલ BMCને 25 કરોડનો દંડ પણ ફટકાર્યો છે.
NGTના ઠપકા બાદ BMC જાગી
NGTના ઠપકા પછી BMC હરકતમાં આવી છે અને હવે મુંબઈ શહેર અને ઉપનગરોમાંથી દરિયા અને નદીઓમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીને રોકવા માટે ગંભીરતાથી કામ કરી રહી છે. ખાડીઓ અને નદીઓમાં જતી ગટરલાઈન શોધવા અને બ્લોક કરવા માટે એક સલાહકારની નિમણૂક કરવામાં આવી છે, જે વિગતવાર ડીપીઆર રિપોર્ટ તૈયાર કરશે અને તેને BMCને સોંપશે. કન્સલ્ટન્ટ એ પણ નક્કી કરશે કે ગટરનું પાણી ક્યાં ડાયવર્ટ કરી શકાય. જેથી તેના ગંદા પાણીને પ્રોસેસ કરી શકાય. અધિકારીના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સમુદ્ર અને નદીઓમાં છોડવામાં આવતા ગટરના ગંદા પાણી પર 100 ટકા પ્રોસેસ કર્યા બાદ જ છોડવાનો આદેશ આપ્યો હતો. NGTએ BMCને BMCના અધિકારક્ષેત્રમાં આવતી નદી, તળાવ કે ખાડીમાં પ્રદૂષણ રોકવા માટેના પગલાંની યોજના તૈયાર કરવા જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ આ તારીખ બજેટ રજૂ થાય તેવી શક્યતા… જાણો આ વર્ષે કોણ અને કેવી રીતે રજૂ થશે બજેટ
કોરોના બાદ હવે BMC NGTની સૂચનાનું કડકાઈથી પાલન કરી રહી છે. BMC એ મુંબઈની ત્રણ નદીઓને પુનર્જીવિત કરવા, બાલભાટ-ઓશિવારા (29.25 MLD) દહીંસર નદી (16.50 MLD) પોયસર નદી (60.70 MLD) માં જતા ગંદા પાણીને રોકવા માટે, પ્રોજેક્ટ મેસર્સ ટંડન અર્બન સોલ્યુશન્સ પ્રા. સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. BMC તેના પર 4 કરોડ 21 લાખ રૂપિયા ખર્ચ કરશે. મુંબઈની ચાર નદીઓમાં મીઠી નદીનું કામ હજુ પણ ચાલુ છે.