Site icon News Continuous Bureau | Mumbai

વાવાઝોડામાં તૂટી પડેલાં વૃક્ષો ઊંચકવા BMC પાસે માણસ નથી, BMC હવે જાગી; વૃક્ષોની છટણી કરવા માટે BMC 23 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈમાં તાઉતે વાવાઝોડાને કારણે મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશયી થઈ ગયાં હતાં. વૃક્ષોની છટણી કરવા માટે BMCએ સમયસર કૉન્ટ્રૅક્ટર નીમ્યો નહોતો.  BMCની આ બેદરકારીને પગલે મુંબઈના રસ્તા પર હજી પણ ઠેરઠેર વૃક્ષો પડી રહ્યાં છે, ત્યારે ઘોડા ભાગી જાય પછી તબેલાને તાળાં મારે તેમ હવે વૃક્ષોની છટણી કરવા માટે BMC 23 કરોડ રૂપિયાના ખર્ચે કૉન્ટ્રૅક્ટર નીમવાની છે

ચોમાસાના ચાર મહિનામાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવ વધી જતા હોય છે. એથી વરસાદ પડે એ અગાઉ જ BMC મુંબઈનાં જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરતી હોય છે અને પ્રાઇવેટ હાઉસિંગ સોસાયટીઓને ફી ભરીને BMC પાસેથી જોખમી વૃક્ષો કાપવા માટે મંજૂરી લેવાની હોય છે. જોકે BMCએ સમયસર એ માટે કૉન્ટ્રૅક્ટર નીમ્યો નહીં. એનું પરિણામ મુંબઈમાં છેલ્લા ચાર દિવસમાં જોવા મળ્યું છે.

મુંબઈમાં તાઉતે વાવાઝોડાએ મોટી સંખ્યામાં વૃક્ષોનો ખુરદો બોલાવી નાખ્યો હતો.  BMC મુંબઈના જુદા-જુદા એરિયામાં રહેલાં જોખમી વૃક્ષોનુ ટ્રિમિંગ કરવામાં નિષ્ફળ રહી હતી. મુંબઈના મોટા ભાગના રસ્તાઓ પર વૃક્ષો તથા વૃક્ષોની ડાળખીઓ તૂટીને પડી રહી છે. આ વૃક્ષોને ઉપાડવા માટે BMC પાસે કોઈ માણસ નથી.  હવે રહી રહીને BMC એ માટે કૉન્ટ્રૅક્ટર નીમવાની છે. એ માટે લગભગ 23 કરોડ રૂપિયાનો ખર્ચ BMC કરવાની છે.

આજે BMCમાં ટ્રી ઑથૉરિટીની મિટિંગ થવાની છે. આ બાબતે માર્ચમાં મિટિંગ થઈ હતી, પણ કોઈ નિર્ણય લેવાયો નહોતો. હવે આજની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરીને 23 કરોડ રૂપિયાનો વૃક્ષો કાપવા માટે કૉન્ટ્રૅક્ટર નીમવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવે એવી શક્યતા છે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version