News Continuous Bureau|Mumbai.
સો ચુહે ખા કે બિલ્લી હજ કો ચલી જેવો ઘાટ મુંબઈ(Mumbai) મહાનગરપાલિકા(BMC)નો છે. અત્યાર સુધી રસ્તા પરના ખાડા પૂરવા માટે કરોડો રૂપિયા ખર્ચો કરી નાખનારી પાલિકાએ હવે ખાડામુક્ત રસ્તા બનાવવા માટે બે નવી ટેક્નોલોજી(New Technology)નો ઉપયોગ કરવાની છે. પાલિકા પ્રશાસને દાવો કર્યો છે આ ટેક્નોલોજીથી ખાડા પૂરવા અસરકારક સાબિત થઈ છે.
પાલિકાએ હવે મુંબઈના રસ્તા(Road) પર પડેલા ખાડા(Pathole)ઓ પૂરવા માટે જીઓ પોલિમર અને રેપિડ હાર્ડનિંગ કોંક્રીટ આ બે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની છે.
થોડા દિવસ પહેલા ઈસ્ટર્ન ફ્રી-વે રોડ પર જુદી જુદી ટેકનોલોજીની ટ્રાયલ લીધી હતી, જેમાં રૅપિડ હાર્ડનિંગ કૉંક્રીટ, એમ ૬૦ કૉંક્રીટ ભરીને તેના પર સ્ટીલ પ્લેટ નાખવાની, જીઓ પૉલિમર કૉંક્રીટ અને પેવર બ્લોક બેસાડવાની ટ્રાયલ લીધી હતી. તેમાંથી BMCએ હવે જીઓ પોલિમર અને રેપિડ હાર્ડનિંગ કોંક્રીટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તા પરના ખાડા પુરવાની છે.
દક્ષિણ મુંબઈ, પૂર્વ ઉપનગર અને પશ્ચિમ ઉપનગર માટે પાંચ કરોડ રૂપિયાના કુલ પાંચ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ૧૫ મહિના માટે કૉન્ટ્રેક્ટરને નીમવામાં આવશે.