News Continuous Bureau | Mumbai
મુંબઈ: બોલિવૂડના એક જાણીતા ફિલ્મ નિર્માતા પર અભિનેત્રી નિકિતા ઘાગ અને તેના સાગરિતો દ્વારા હુમલો કરી, બંદૂકની અણીએ ₹૧૦ લાખની ખંડણી પડાવવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ૪૮ વર્ષીય પ્રોડ્યુસર કૃષ્ણકુમાર વીરસિંગ મીના ઉર્ફે કે. કુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોતાની ફરીયાદમાં કૃષ્ણકુમાર વીરસિંગ મીનાએ કહ્યું છે કે હિન્દી, તેમનોનો સ્ટુડિયો અંધેરીમાં ચિત્રલેખા હેરિટેજ ખાતે આવેલો છે. ૧૪ ઓગસ્ટની સાંજે અભિનેત્રી નિકિતા ઘાગ તેના કેટલાક સાગરિતો સાથે તેમના ઓફિસ પર પહોંચી હતી. તે સમયે કુમાર પોતાની કેબિનમાં કેટલાક કલાકારો અને મિત્રો સાથે હતા. અચાનક, ૧૦-૧૫ અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને હાજર લોકોને ગાળો આપીને બહાર ધકેલી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો :Gorai Beach: મુંબઈના ગોરાઈ બીચ પર ભરતીમાં ફસાઈ મીની બસ, મુસાફરોને બચાવવા કોસ્ટ ગાર્ડ અને પોલીસે કર્યું રેસ્ક્યૂ ઓપરેશન બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
ફરિયાદ મુજબ, ઘાગ અને તેના સાગરિતોએ પ્રોડ્યુસર પર ખોટા આરોપો લગાવ્યા હતા અને મીડિયામાં તેમની પ્રતિષ્ઠા ખરાબ કરવાની ધમકી આપી હતી. તેમજ પૈસાની માંગણી કરી હતી. જોકે પ્રોડ્યુસરે પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. ફરીયાદ મુજબ ધમકીઓ અને દબાણ હેઠળ, પ્રોડ્યુસરને તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ઓનલાઇન ₹૧૦ લાખની રકમ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
આ ફરિયાદના આધારે, પોલીસે અભિનેત્રી નિકિતા ઘાગ, વિવેક જગતાપ ઉર્ફે દાદા, અને ૧૦-૧૫ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટની કલમ ૨૫(૩), મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ ૧૩૫ અને ૩૭(૧)(એ), સાથે જ બીએનએસની કલમ ૧૧૫(૨), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨)(૩), ૩૦૮(૨)(૬), ૩૩૩ અને ૩૫૧ હેઠળ ગુનો નોંધ્યો છે.