ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
મહારાષ્ટ્ર રાજ્યના રસ્તા વિકાસ મહામંડળે બોમ્બે હાઈકોર્ટમાં જણાવ્યું કે બોમ્બે પુણે એક્સપ્રેસ વે પર ટોલની વસૂલી ચાલુ રાખવી જોઈએ. અત્યાર સુધી તે રસ્તા બાંધકામના પૂરેપૂરા પૈસા વસુલ થયા નથી. રાજ્ય સરકારના એકમનો આ વિચિત્ર દાવો સાંભળીને બોમ્બે હાઈકોર્ટ ચકરાવે ચઢી ગયું છે. જજે ખુલ્લી કોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શા માટે વિવાદ કરો છો? આપણે પૈસા વસૂલી તેમ જ કેટલા પૈસા ખર્ચ થયા તેની પુરેપુરી તપાસ 'કેગ' પાસે કરાવી લઈએ તો કેમ રહેશે?
બોમ્બે હાઇકોર્ટના આ તર્ક ને કારણે ટોલ કૌભાંડમાં સામેલ એવા અનેક અધિકારી અને ભ્રષ્ટાચારીઓ ના પગ થરથરવા માંડ્યા છે.