ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં લાવવામાં મહારાષ્ટ્ર સરકારને સફળતા મળી છે. કોરોનાને મુદ્દે એક તરફ વિરોધપક્ષ દ્વારા સરકારની સતત આલોચના કરવામાં આવી રહી છે, તો બીજી તરફ બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારે કોરોના મહામારીને નિયંત્રણમાં લાવવા માટે સરકારે કરેલા પ્રયાસોને બિરદાવ્યા છે. કોરોના સંકટનો સામનો કરવામાં મહારાષ્ટ્ર અગ્ર સ્થાને રહી હોવાનો પણ હાઈ કોર્ટે નોંધ્યું છે.
મુંબઈ હાઈ કોર્ટમા કોરોનાને લઈને જુદી જુદી અરજીઓ દાખલ કરવામાં આવી છે, તેના પર આજે જસ્ટિસ દીપાકર દત્તાની ખંડપીઠ સમક્ષ સુનાવણી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારની તેમ જ મુંબઈ મહાનગરપાલિકાની કામગીરી વખાણ કર્યા હોવાનું કહેવાય છે. તેમ જ પ્રશાસનને અમુક આકરા નિર્દેશ પણ આપ્યા હતા. જસ્ટિસ દીપાકરે કહ્યું હતું કે કોવિડનો સામનો કરવામાં મહારાષ્ટ્ર અગ્રેસર રહ્યું હતું. આપણે તે ખરાબ દિવસો હવે ભૂલી જવા જોઈએ.
રેલવે પોલીસની સરાહનીય કામગીરી, 11 મહિનામાં આટલા બાળકોનો તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો; જાણો વિગત
કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાં પલંગની અછત, રેમડેસિવીરની અછત, ઓક્સિજનનો અપૂરતો પુરવઠો જેવા મુદ્દાઓને લઈને જનહિતની અરજી કરવામાં આવી હતી, તેના પર આ સુનાવણી કરવામાં આવી હતી. તે દરમિયાન મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાની કામગીરીના વખાણ કરવાની સાથે જ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓને મુંબઈ મહાનગરપાલિકાનું અનુકરણ કરવાની સલાહ પણ આપી હતી.