Bombay High Court: હાઈકોર્ટે મીઠાગરોની લેન્ડ લીઝના નવીકરણની માંગણી કરતી દાવાને ફગાવી દીધી; હવે ગોરેગાંવ-મુલુંડ લિંક રોડને પહોળો કરવા માટેનો માર્ગ થયો મોકળો..

Bombay High Court: દાદર સ્થિત વિકાસ વાલાવલકર, જે મુલુંડ, ભાંડુપ અને નાહૂર ગામોમાં બે મીઠા ફેકરીઓના પટેદાર છે. તેમણે આગામી 99 વર્ષ માટે આ મીઠાગર જમીનના લીઝને રિન્યુઅલ કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે, હાઈકોર્ટે મીઠાગરોની લીઝ રિન્યુઅલની માગણી ફગાવી દીધી હતી. તેથી હવે ગોરેગાવ- મુલુંડ રોડ પહોળો કરવાનો માર્ગ મોકળો થયો ગઈ છે.

by Bipin Mewada
Bombay High Court dismisses Salt Pan land suit seeking renewal of land lease; Now the way to widen Goregaon-Mulund link road has been cleared..

News Continuous Bureau | Mumbai

Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે મુલુંડ, ભાંડુપ અને કાંજુરમાર્ગમાં મીઠાના ખેડૂતોની 782 એકરની મીઠાગરની ( Salt Pan land ) જમીન લીઝ રદ કરવાના સોલ્ટ કમિશનરના નિર્ણયને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણયથી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડને પહોળો કરવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે જમીનનો કબજો સોલ્ટ કમિશનરને સોંપવામાં આવે. જેની કિંમત દેશમાં સૌથી વધુ છે. કોર્ટે આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે 782 એકર જમીનનો ઉપયોગ મીઠાના ઉત્પાદન સિવાય અન્ય કોઈ હેતુ માટે કરી શકાય નહીં. સંદીપ માનેની હાઈકોર્ટની સિંગલ બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે જમીનનો કબજો મુંબઈ મહાનગરપાલિકા ( BMC )  કમિશનને સોંપવામાં આવ્યો છે. મીઠાગરોની આ જમીનની લીઝ માત્ર મીઠાના ઉત્પાદન માટે જ છે. 

તે મકાન કે કારખાનું બનાવવા માટે આપવામાં આવ્યું ન હતું. આથી કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો મીઠાગર પર મીઠાનું ઉત્પાદન ( Salt production ) બંધ થઈ ગયું છે. તો અરજીકર્તા આ જમીન સોલ્ટ કમિશનરને પરત કરે તેવી અપેક્ષા છે. વાસ્તવમાં દાદર સ્થિત વિકાસ વાલાવલકર, જે મુલુંડ, ભાંડુપ અને નાહૂર ગામોમાં બે મીઠાની ફેક્ટરીઓના પટેદાર છે. તેમણે આગામી 99 વર્ષ માટે મીઠાગરની જમીનને લીઝને રિન્યુઅલ કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે, સોલ્ટ કમિશનર દ્વારા પહેલાથી આ અરજદારોની લીઝ સમાપ્ત કરવામાં આવી હતી. કારણ કે સોલ્ટ કમિશનરને ધ્યાનમાં આવ્યું હતું કે લીઝ પર આપવામાં આવેલા સમગ્ર મીઠાગરનો ઉપયોગ ફક્ત મીઠાના ઉત્પાદન માટે થતો ન હતો પરંતુ અન્ય કામો માટે પણ થઈ રહ્યો હતો. જો કે સોલ્ટ કમિશનર ( Salt Commissioner )  દ્વારા લીઝ સમાપ્ત કરવામાં આવતા આ નિર્ણયને વાલાવલકરે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમજ આ જમીનની મુદત પૂરી થયા બાદ લીઝ રિન્યુ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે, કોર્ટે હવે વાલવલકરના દાવાને ફગાવી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો:  Indian Navy: વાઇસ એડમિરલ સંજય ભલ્લા, એવીએસએમ, એનએમએ ભારતીય નૌકાદળના પર્સનલ ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો

 Bombay High Court: ગોરેગાવ – મુલુંડ રોડ પ્રોજેક્ટ માટે રસ્તો સાફ થઈ ગયો..

વાલાવલકરના દાવામાં મહાપાલિકાને પણ એક હસ્તક્ષેપ અરજી દાખલ કરી હતી. જેમાં ગોરેગાંવ-મુલુંડ લિંક રોડને ( Goregaon-Mulund Link Road ) પહોળો કરવા માટે જરૂરી જમીન પર કબજો કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ વાલવલકરની અરજી હાઈકોર્ટ દ્વારા હવે ફગાવી દેવામાં આવી હોવાથી. મહાનગરપાલિકા ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન પર કામ કરી શકે છે. તેથી હવે આ પ્રોજેક્ટ માટે રસ્તો સાફ થઈ ગયો છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More