ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને લઈને બોમ્બે હાઈ કોર્ટે તેને 22 ડિસેમ્બર પહેલા મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે.
કંગનાએ સરકારે કૃષી કાયદો પાછો ખેંચવાની જાહેરાત કર્યા બાદ સોશિયલ મિડિયા પર વિવાદસ્પદ ટ્વીટ કરી હતી કે,” ખાલિસ્તાની આંતકવાદીઓએ ભલે સરકારને નમતુ જોખાવ્યું હોય પણ તેમણે ભુલવું નહી જોઈએ કે એક મહિલા વડાપ્રધાને તેમને કચડી નાખ્યા હતા. “
કંગના આ વિવાદસ્પદ ટ્વીટ બાદ તેની સામે અનેક જગ્યાએ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી. તેનો પદ્મશ્રી પાછો ખેંચવાથી લઈને તેને કેન્દ્ર સરકારનો પ્રતિનિધી બનવાનું બંધ કરતી સલાહ પણ સોશિયલ મિડિયા પર ફરી વળી હતી.
સોશિયલ મિડિયા પર કાયમ વિવાદસ્પદ ટ્વીટ કરનારી કંગનાએ જયારે પંજાબમાં કીરતપુરમાં ગઈ હતી ત્યારે ઉશ્કેરાયેલા ખેડૂતોએ તેને રોકી દીધી હતી. તેને માફી માગ્યા બાદ તેને જવા દેવામાં આ હતી.