News Continuous Bureau | Mumbai
સાર્વજનિક સ્થળે(public place) અને ટીવી(TV) સહિતના મિડિયામાં કરાતી માંસાહારની જાહેરાત(Advertising non-vegetarian) બંધ કરવાની માગણી સાથે જૈનોએ(Jain) કરેલી અરજીને મુંબઈ હાઈકોર્ટે(Bombay High Court) ફગાવી દીધી છે. સોમવારે આ અરજી પર થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે ઠપકો આપતા કહ્યું હતું કે જાહેરાતનો ત્રાસ થાય છે તો ટીવી બંધ કરો.
કેટલાક જૈન સંગઠનોએ(Jain organizations) બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી(Public Interest Litigation) દાખલ કરીને માંગણી કરી હતી કે જાહેર સ્થળોએ અને ટીવી સહિત અન્ય માધ્યમો દ્વારા માંસાહારી પ્રતિબંધને(non-vegetarian prohibition) રોકવામાં આવે. અરજીમાં એવું પણ કહેવામા આવ્યું હતું કે જેમને માંસાહાર કરવો હોય તે ખુશીથી કરે, તેની સામે અમારો વિરોધ નથી. પરંતુ શાકાહારી(vegetarians) લોકોના ઘર પાસે તેની જાહેરાત કરવાથી તેમના સામાજિક શાંતિથી જીવવાના તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ અરજી પર સોમવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રસ્તા તથા સાર્વજનિક સ્થળે અને ધાર્મિક સ્થળો(Religious places) પાસે કરાતી જાહેરાતો દ્નારા વિક્રેતાઓ પ્રાણી-પક્ષીની હત્યાને પ્રોત્સાહન આપી રહ્યા છે, તેના દ્વારા કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોએ આ પ્રકારનો પ્રતિબંધ મુક્યો હોવાનો દાખલો પણ તેઓએ આપ્યો હતો. એવું કહીને માંસાહારની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ- કોઈ ગામડા કરતા પણ મુંબઈના આરે કોલોનીના રસ્તાની હાલત ભયાનક- રસ્તા પર પ્રતિ એક કિલોમીટરમાં 74 ખાડા- જુઓ ફોટોસ
હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે જો તમે ટીવી પર જાહેરાતોથી પરેશાન છો તો ટીવી બંધ કરી દો. જીવનના મૂળભૂત અધિકારને ટાંકીને જૈન સમુદાયના(Jain community) કેટલાક સંગઠનો વતી દાખલ કરવામાં આવેલી આ અરજીને કોર્ટે અરજી દીધી હતી. જોકે અરજદારોને નવી અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ અરજી શ્રી ટ્રસ્ટી આત્મા કમલ લબ્ધીસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ(Labdhisurishwarji Jain Gnanmandir Trust), શેઠ મોતીશા ચેરિટેબલ ટ્રસ્ટ (Seth Motisha Charitable Trust) અને શ્રી વર્ધમાન પરિવાર અને જ્યોતિન્દ્ર શાહ(Jyotindra Shah) દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી હતી.