બોમ્બે હાઇકોર્ટેનું મહારાષ્ટ્ર સરકારને સૂચન.. સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે માટે લોકલ ટ્રેનોની ફ્રિકવનસી વધારો..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

08 ઓક્ટોબર 2020

લોકડાઉનને આંશિક રીતે ઉપાડવા સાથે રેલવે સેવાઓમા પણ વધારો કરવાની જરૂર છે. એવી નોંધ બોમ્બે હાઈકોર્ટે લીધી છે. વધુ ભીડને રોકવા માટે મુંબઇમાં ચલાવવામાં આવતી લોકલ ટ્રેનોના ફેરા વધારવાનું સૂચન કોર્ટે કર્યું છે. બેંચે જણાવ્યું હતું કે, વધુ ભીડ ઓછી કરવા માટે ત્રણેય લાઇનો (પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઇન) પર લોકલ ટ્રેનના ફેરા વધારવા પડશે. કોર્ટે કહ્યું હતું કે, ટ્રેનની સંખ્યા મધ્ય અને હાર્બરલાઇન પર વધારીને 600 અને પશ્ચિમ લાઇન પર 700 સુધી કરવી જોઈએ.

કોર્ટે રાજ્ય સરકારને તેના સૂચનો પર વિચારણા કરવા અને ટ્રેનોની અવરજવર વધારવા માટે રેલવેને કોઈ દરખાસ્ત મોકલી શકે છે કે નહીં તે જોવાના નિર્દેશ આપ્યા છે. હવે આંશિક લોકડાઉનમાં મોલ્સ ખુલ્યા છે, હોટલોને ખોલવાની છૂટ આપવામાં આવી છે, સરકારી કચેરીઓ 100 % સ્ટાફ સાથે કામ કરી રહી છે અને અન્ય ઘણા ક્ષેત્રો હવે કાર્યરત છે. આથી મુસાફરો ની સંખ્યા વધવાથી  રેલવે ની ફ્રિકવનસી વધારવાની જરૂર છે, એમ કોર્ટે કહ્યું છર.

હાલ મધ્ય રેલ્વે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી દક્ષિણ મુંબઈમાં) કસારા (થાણેમાં) અને ખોપોલી (રાયગગઢમાં) અને મુખ્ય સીમા પર સીએસએમટીથી પનવેલ (નવી મુંબઇ) અને હાર્બર લાઇન પર ગોરેગાંવ સુધીની સેવાઓ ચલાવે છે. જ્યારે પશ્ચિમ રેલ્વે દક્ષિણ મુંબઈના ચર્ચગેટથી પાલઘર જિલ્લાના દહાણુ સુધીની ઉપનગરીય સેવાઓ ચલાવે છે. હાઈકોર્ટે મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર સુધી દોડાવે છે.  બેંચે 9 ઓક્ટોબરે વધુ સુનાવણીની અરજી કરી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More