News Continuous Bureau | Mumbai
Borivali: બોરીવલી રેલ્વે સ્ટેશન પર સોમવારે બપોરે 7 થી 8 ટીસીની ( Ticket checkers ) ટોળકીએ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા 27 વર્ષીય યુવકને માર માર્યો હતો. આ મામલામાં બોરીવલી રેલવે પોલીસે 7 થી 8 અજાણ્યા ટિસી સામે મારપીટનો કેસ નોંધ્યો હતો. બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષકે આ અંગે નિવેદન આપતા માહિતી આપી હતી કે, મારપીટ કરનાર ટીસીને ઓળખવા માટે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનામાં ( Borivali Railway Station ) ઝુબેર અહેમદ (27)ને માર મારવામાં આવ્યો હતો. ઝુબૈર પાલઘરનો ( Ticketless Passenger ) રહેવાસી છે, જ્યારે ઝુબૈર સોમવારે બપોરે લગભગ 2 વાગ્યની આસપાસ ટ્રેનમાં મુસાફરી કરી બોરીવલી રેલવે સ્ટેશન પહોંચ્યો ત્યારે ટિકિટ નિરીક્ષકે તેની પાસેથી ટિકિટ માંગી હતી. પરંતુ ઝુબૈર પાસે ટિકિટ ન હોવાથી ટીસીએ તેને કસ્ટડીમાં લીધો હતો અને પ્લેટફોર્મ નં. 8 ખાતે આવેલી ટીસી ઓફિસમાં ટિકિટ વગર મુસાફરી કરવા બદલ દંડ ભરવા કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Nepal Plane crash: નેપાળ પ્લેન ક્રેશ અકસ્માતમાં તમામ મુસાફરોના મોત, દુર્ઘટનાની અંતિમ ક્ષણનો વિડીયો આવ્યો સામે, જુઓ વિમાન કેવી રીતે થઈ ગયું ક્રેશ.
ટીસીએ ઝુબેરને દંડ ભરવાનું કહેતાં ટીસી અને ઝુબેર વચ્ચે બોલાચાલી થઈ હતી, આ દલીલ દરમિયાન ઓફિસમાં બેઠેલા 7 થી 8 ટીસીઓએ ઝુબેરને માર માર્યો હતો અને દંડ ભરવાનું કહ્યું હતું. આ ઘટના બાદ ઝુબૈરે દંડ ભરીને સીધો બોરિવલી રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ઝુબૈરે રેલ્વે સ્ટેશન પર પોતાની મારપીટ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ઝુબેરને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો અને બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનમાં 7 થી 8 અજાણ્યા ટીસી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમજ બોરીવલી રેલ્વે પોલીસ સ્ટેશન ટીસી ઓફિસના સીસીટીવી કેમેરા ફૂટેજ પણ કબ્જે કરીને તપાસ હાથ ધરી હતી.