News Continuous Bureau | Mumbai
Sanjay Upadhyay: ભારતીય જનતા પાર્ટીના મુંબઈ મહાસચિવ શ્રી સંજય ઉપાધ્યાયે આજે બોરીવલી વિધાનસભામાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું.આ પ્રસંગે બોરીવલીના હાલનાં ધારાસભ્ય સુનીલ રાણેના કાર્યાલયથી હજારો કાર્યકરો સાથેની ભવ્ય રેલી યોજાઈ હતી.આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સાંસદ શ્રી પીયૂષ ગોયલ,ધા. મનીષા ચૌધરી, ધા.અતુલ ભાતખલકર, ધા.યોગેશ સાગર, ધા.પ્રકાશ સુર્વે જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર અને મહાનુભાવો, ભૂતપૂર્વ કોર્પોરેટરો, તમામ યુવા મોરચો મહિલા મોરચો, અનેક પદાધિકારી,સંગઠનનાં હોદ્દેદારો અને હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Ashish Shelar BJP Mumbai: ઉત્તર મુંબઈની ટિકિટ વહેચણીમાં આશિષ શેલારનો દબદબો..
તેમજ ઉમેદવાર સંજય ઉપાધ્યાય આજે સાંજે ધનતેરસ ઉજવણી દરમિયાન કાર્યકરો સાથે સંવાદ કરશે.બોરીવલી પશ્ચિમનાં મધુરમ હોલ શિમ્પોલીમાં આજે બોરીવલી વિશાલ કર્તકર સમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.