Borivali : પુષ્ટિ સંપ્રદાય હવેલીને પાલીકાની નોટીસ, સાંસદ ગોપાલ શેટ્ટી પહોંચ્યા હવેલીએ અને કર્યો સંકલ્પ..

Borivali : બોરીવલી પશ્ચિમ દેવનગર ખાતે કૃપાનિધિ હવેલીના બાંધકામ બાદ સાંસદ ગોપાલ શેટ્ટીએ સંકલ્પ કર્યો છે કે અહીંના બાંધકામમાં શેડ બનાવવા છાપરા લગાવવાની આવશ્યકતા હતી તે મુજબ કામ થયેલ છે, હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ હવેલીના શેડને કોઈ પણ પ્રકારની કનડગત હું થવા નહિ દઉં.

by Akash Rajbhar
Borivali : BMC gives notice to Pustimarg Havali

News Continuous Bureau | Mumbai
Borivali : બોરીવલી પશ્ચિમ, દેવનગર ખાતે પુષ્ટિ માર્ગીય કૃપાનિધિ હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રી કૃપાનિધિ ફાઉન્ડેશન દ્વારા ઉમેશ હિંમતલાલ ગાંધી એ આ હવેલીનું નિર્માણ કાર્ય કરેલ છે. પરમ પૂજ્ય
ગોસ્વામી ૧૦૮ શ્રી હરિરાય બાવાશ્રી (નાથદ્વારા) ના કરકમલોથી પહેલી જુલાઈ ૨૦૨૩ શનિવારના રોજ પુરુષોત્તમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે.

સાંસદ ગોપાલ શેટ્ટી આ હવેલીની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે શ્રીનાથજી બાવાની પ્રતિમા સ્થાપન પ્રસંગે ગયા હતા. શ્રીનાથજી પ્રતિમા સ્થાપના પશ્ચાત આ પ્રસંગે પુષ્ટિ માર્ગીય પોશાક સાં.ગોપાલ શેટ્ટીએ ધારણ કર્યો હતો અને દર્શન કર્યા બાદ આ વસ્ત્રો સાથે સંકલ્પ કર્યો કે વૈષ્ણવોને માટે શ્રદ્ધા સ્થાન અને રોજના ધાર્મિક નિયમ પાલન, દર્શન માટે નિર્મિત આ હવેલીને મહાનગર પાલિકાની કોઈ પણ કનડગત હું થવા નહિ દઉં. આવનાર સમય ચોમાસું હોવાથી શેડ બનાવવા આવશ્યક છે. માટે આ શેડ ની સુરક્ષા કરવી જોઈએ. જેથી આ શેડ તોડી પાડવા કે અન્ય કોઈ પ્રકારે મનપા અધિકારીઓ વૈષ્ણવ ભક્તોને હેરાન ન કરે તેની હું તકેદારી લઈશ.

Borivali : BMC gives notice to Pustimarg Havali

Borivali : BMC gives notice to Pustimarg Havali

આ સમાચાર પણ વાંચો: Russia Ukraine Crisis: ભયાનક ભાડૂતી સૈનિકોના બોસ જેની ધમકીએ રશિયાને હચમચાવી નાખ્યું છે, પુતિનને હાંકી કાઢવાનું વચન આપ્યું છે

આ અવસરે ઉપસ્થિત શ્રી કૃપાનિધિ ફાઉન્ડેશનના શ્રી ઉમેશ ગાંધી, શ્રીમતી ગીતા બેન ઉમેશ ગાંધી, શ્રી મુકુંદ પારેખ અને સેંકડો વૈષ્ણવોએ હર્ષ વ્યક્ત કર્યો હતો.

આ અવસરે સાંસદ ગોપાલ શેટ્ટી સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી ઉષા શેટ્ટીએ પણ દર્શન નો લાભ લીધો હતો.
એક જુલાઈના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નાથદ્વારા ગોસ્વામી શ્રી ૧૦૮ હરિરાયજી બાવાશ્રી, સાંસદ ગોપાલ શેટ્ટી, ભાગવત કથાકાર શ્રી શરદ વ્યાસ, પ્રમુખ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથેજ અન્ય સર્વ સ્થાનિક ધારાસભ્ય, પ્રતિષ્ઠિત વૈષ્ણવો, અને શ્રી કૃપાનિધિ ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહેશે. પ્રાધ્યાપક અશ્વિન મહેતા કાર્યક્રમનું સંચાલન કરશે.

પાંચ જુલાઈથી સર્વ વૈષ્ણવો માટે હવેલીના નિયમિત દર્શનનો લાભ મળશે.

 

Join Our WhatsApp Community

You may also like