ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર.
મીરા-ભાયંદર મહાપાલિકાના ઍન્જિનિયર પર બોરીવલીમાં નેશનલ પાર્ક પાસે ફાયરિંગ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા ગુંડાઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે.
29 સપ્ટેમ્બર 2021ના મીરા-ભાયંદરના દિપક ખંબાઈત નામના ઍન્જિનિયર પર બે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ભાગી છૂટયા હતા. સદનસીબે ફાયરિંગમાં કોઈ જખમી થયું નહોતું. તેઓ પાલિકાના સાર્વજનિક બાંધકામ ખાતામાં એક્ઝિક્યુટીવ એન્જિનયર તરીકે કામ કરે છે. ફાયરિંગ પ્રકરણમાં મીરા-ભાયંદર પાલિકાના કર્મચારીઓએ કામબંધ આંદોલન પણ કર્યું હતું.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સાથે કસ્તુરબા માર્ગ પોલીસ તેમ જ મીરા-ભાયંદર, વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે આ કેસની તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન મીરા-ભાયંદર મહાપાલિકાની ઓફિસ બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં બે લોકો આ ઍન્જિનિયરની રાહ જોતા હોવાનું જણાઈ આવ્યું હતું. મીરા-ભાયંદર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1એ આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. આરોપી અમિત સિન્હા જેણે છોટા રાજન અને ડી.કે. રાવ જેવા ગુંડાઓ માટે કામ કર્યું છે. તેણે 2013માં છોટા રાજનના કહેવા પર બિલ્ડર અજય ગોસલિયાને મારી નાખવાનું કાવતરુ રચ્યું હતું. ત્યારબાદ રાજન વિરુધ્ધના કેસમાં તે સીબીઆઇ સમક્ષ સાક્ષીદાર બન્યો હતો.
શું મુંબઈ હવે સુરક્ષિત છે? કોરોનાની ત્રીજી લહેર નહીં આવે? પાલિકાએ કોર્ટને કહી આ વાત: જાણો વિગત
મીરા- ભાયંદર વસઈ-વિરારની ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ભદોહીથી અમિત સિન્હાને પકડી પાડયો હતો. વધુ તપાસ માટે તેને કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.