News Continuous Bureau | Mumbai
ભીખ મગાવવાના બાળકનું અપહરણ કરનારી મહિલા અને તે બે સગીર દીકરીઓની બોરીવલી રેલવે પોલીસે(Borivali Railway police) CCTVની મદદથી ટ્રેક કરીને દાદર રેલવે સ્ટેશનની પકડી પાડી છે. પોલીસે માતા સહિત તેની બંને દીકરીઓની ધરપકડ કરી હતી.
નવાઈની વાત એ છે આ મહિલા છેક દિલ્હી(Delhi)થી મુંબઈ(Mumbai) બાળકનું અપહરણ કરવા માટે આવી હતી. જોકે પોલીસની ઉલ્લેખનીય કામગીરીને બદલે બાળકને આબાદ રીતે બચાવી લેવામાં સફળતા મળી છે.
આ સમાચાર પણ વાંચો : સપનાનું ઘર ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર- દલાલોથી મુક્ત કરાવવા મ્હાડા લાવી રહી છે આ સિસ્ટમ
બોરીવલી રેલવે પોલીસના કહેવા મુજબ ગુરુવારે બોરીવલી(Borivali railway bridge)માં રેલવે બ્રિજ પરથી એક બાળકનું અપહરણ કરવા આવ્યું હતું. તપાસમાં આ અપહરણ 36 વર્ષીય મહિલાએ અને તેની બે સગીર પુત્રીઓએ કર્યું હોવાનું જણાયું હતું. ત્રણેય દિલ્હી નજીક તેમના વતન પરત જવા ટ્રેનમાં ચઢવાની તૈયારી કરી રહ્યા હતા, ગર્વમેન્ટ રેલવે પોલીસ (GRP) એ તેમને દાદર ખાતે અટકાવ્યા હતા.
પોલીસે મહિલા સહિત તેની બંને પુત્રીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન મહિલાએ પોલીસને જણાવ્યું કે તે બાળકને ભીખ માંગવા અને પૈસા કમાવવાનો ઈરાદો ધરાવતી હતી.
આ ઘટના આઠ સપ્ટેમ્બરે બની હતી. ત્રણ વર્ષનો પીડિતા બાળક જે તેની માતા સાથે રસ્તા પર રહે છે. ગુરુવારે તે બોરીવલીમાં પ્લેટફોર્મ નંબર ત્રણ પર રેલવે બ્રિજ પર રમી રહ્યો હતો, જ્યારે તેની માતા ખોરાક શોધવા માટે બહાર ગઈ હતી.
મહિલા જ્યારે પાછી ફરી ત્યારે તેને બાળક ક્યાંય પણ મળ્યો નહોતો. તેથી તેણે તુરંત બોરીવલી જીઆરપીમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમાચાર પણ વાંચો : હેરાનગતિ માટે તૈયાર થઈ જાઓ- આ તારીખથી ટેક્સી-રિક્ષાવાળાઓ બેમુદત હડતાળ પર – જાણો શું છે કારણ
બોરીવલી GRPના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર અનિલ કદમે જણાવ્યું હતું કે, "અમે સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને અમારા ખબરીઓના નેટવર્કને ટેપ કર્યું. એ દરમિયાન જણાઈ આવ્યું કે બાળકને 10 વર્ષની છોકરીએ ઉપાડ્યો હતો અને તેણે તેને પોતાની 17 વર્ષની બહેનને સોંપ્યો હતો. બાદમાં બંને છોકરીઓ બાળકને તેમની માતા પાસે લઈ ગઈ હતી, આરોપી લોકલ ટ્રેનમાં બેસીને બાળક સાથે દાદર ગઈ હતી. તેઓ તેમની સાથે દિલ્હી જવા માટે ટ્રેનમાં બેસવાનો ઇરાદો ધરાવતા હતા.
પોલીસે વધુમાં કહ્યું હતું કે "આરોપી દિલ્હીમાં ભીખ માંગવાનું કામ કરતા હતા. પરંતુ તેઓ વધુ પૈસા કમાતા ન હતા. તેથી તેઓએ વિચાર્યું કે જો તેઓ બાળકને સાથે લઈ જશે, તો લોકો સહાનુભૂતિ બતાવશે અને તેમને વધુ પૈસા આપશે," કદમે કહ્યું.
આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓ ઘટનાના ત્રણ દિવસ પહેલા જ મુંબઈ આવ્યા હતા. આ સમય દરમિયાન, તેઓએ પોતાના ટાર્ગેટ માટે સર્વેક્ષણ કર્યું. તેઓએ બાળકના પરિવાર સાથે ઓળખ કરીને થોડો સમય વિતાવ્યો અને બાદમાં મોકાનો ફાયદો લઈને અપહરણ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : હદ થઈ ગઈ- આ ભાઈસાબ ગોવામાં સીધી બીચ પર પોતાની કાર લઈ ગયા- પછી શું થયું- જુઓ આ વીડિયોમાં