News Continuous Bureau | Mumbai
Borivali: ભગવાન શ્રીકૃષ્ણનું ( Shri Krishna ) જીવન અને વ્યક્તિત્વનું રસપાન કરાવતું એકમાત્ર પુરાણ એટલે ( Shrimad Bhagwat Puran ) શ્રીમદ ભાગવત પુરાણ. વિશ્વ સમક્ષ ધર્મ અને અધર્મનો ભેદ સ્પષ્ટ કરી, જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે દરેક યુગમાં પોતાના બાહુબળ સહિત પ્રગટ થવાનું વચન આપી સનાતન ધર્મના ( sanatan dharma ) આદિ યુગપુરુષ યોગેશ્વર ( Yugpurush Yogeshwar ) તરીકે સૌના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું. એવા ભગવાન શ્રીકૃષ્ણના જીવનનું તેમજ એમની બાળ-સહજ લીલાઓનું કથામૃત કરવાનો ભક્તિમય અવસર એટલે શ્રીમદ્દ ભાગવત કથાનું શ્રવણ.
— uday j kapadia (@TEAMWHCF) December 9, 2023
ઉત્તર મુંબઈના બોરીવલી (૫.) માં વૈષ્ણવ સમાજની ( Vaishnav ) સેવામાં સાદર ઓર્ગન ડોનેશન, આઈ ડોનેશન એન્ડ કેયર ના સેમિનાર માધ્યમથી શ્રીમદ સમૂહ ભાગવત સપ્તાહ મહોત્સવ ૨૦૨૪ (વર્ષ-૨)નું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથા ( Bhagwat Katha ) દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. આથી આ ભાગવત કથાનો ભાવિક ભક્તોને લાભ લેવા વી હેલ્પ ચેરીટેબલ ફાઉન્ડેશન ( We Help Charitable Foundation ) દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Shrimad Bhagwat Katha Function in Borivali, Mumbai

Shrimad Bhagwat Katha Function in Borivali, Mumbai
નારાયણ ગાર્ડન ગ્રાઉન્ડ, યોગીનગર લિંક રોડ જંકશન, ઔરા હોટલની સામે, બોરીવલી (૫.) ખાતે આગામી 10 જાન્યુઆરી 2024થી 17 જાન્યુઆરી 2024 સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવનું આયોજન કરાયું છે. કથાના વક્તાપદે પરમ પૂજ્ય શ્રી. કિશોરચંદ્ર શાસ્ત્રીજી (વડોદરાવાળા) , મુખ્ય યજમાન શ્રી. મુકેશ અનંતરાય ગાંધી અને સાંસદ મા. શ્રી. ગોપાલ શેટ્ટી ના સંયુક્ત હરસ્તે દીપપ્રજવર્લ કરી કથાનો શુભારંભ થશે. કથા દરમિયાન રામજન્મ મહોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિત ઉત્સવોની ઉજવણી કરાશે.
આ સમાચાર પણ વાંચો : India’s Forex Reserve: મોદી સરકાર માટે સારા સમાચાર, ભારતનું ફોરેક્સ રિઝર્વ ચાર મહિનાની ટોચે, જાણો આંકડા…
તા. ૧૦.૦૧.૨૦૨૪- વદ ચૌદસ (બુધવાર) – કથા પ્રારંભ – બપોરે ૨.૦૦ કલાકે
તા. ૧૧.૦૧.૨૦૨૪- વદ અમાસ (ગુરુવાર) – શ્રી ૮૪ બેઠકની ઝાંખી-માળા પહેરામણી (બપોરે ૨ વાગ્યા થી ૬ વાગ્યા સુધી ) શ્રી ૮૪ બેઠકની ઝાખી-વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ ધુમિલકુમારજી મહોદય શ્રીમદ ભાગવત કથા મા પધરામણી કરશે અને મંગલ વચનામૃત નો લાભ આપશે અને એમની અધ્યક્ષતામાં માળાપહેરામણી કરવામાં આવશે (સમય સાંજે ૬ વાગ્યાથી)
તા. ૧૨.૦૧.૨૦૨૪- સુદ પડવો (શુક્રવાર) – શ્રી નૃસિંહ પ્રાગટ્ય – સાંજે ૬.૩૦ કલાકે
તા. ૧૩.૦૧.૨૦૨૪- સુદ બીજ (શનિવાર) – શ્રી વામન પ્રાગટ્ય – સાંજે ૪.૦૦ કલાકે, શ્રી રામ પ્રાગટ્ય – સાંજે ૫.૦૦ કલાકે, શ્રી કૃષ્ણ પ્રાગટ્ય – સાંજે ૬.૦૦ કલાકે (નંદ મહોત્સવ)
તા. ૧૪.૧.૨૦૨૪-સુદ ત્રીજ (રવિવાર) – શ્રી ગોવર્ધન લીલા – સાંજે ૫.૦૦ કલાકે
તા. ૧૫.૧.૨૦૨૪-સુદ પાંચમ (સોમવાર) – શ્રી રૂક્ષ્મણિ વિવાહ – સાંજે ૬.૦૦ કલાકે
તા. ૧૬.૧.૨૦૨૪-સુદ છઠ (મંગળવાર) – શ્રી સુદામા ચરિત્ર – કથા વિરામ – સાંજે ૬.૦૦ કલાકે
તા. ૧૭.૧.૨૦૨૪-સુદ સાતમ (બુધવાર) – હવન સાંજે ૪.૦૦ કલાકે
મુખ્ય યજમાન :
શ્રી. મુકેશ અનંતરાઈ ગાંધી અને શ્રીમતી. ઉષા મુકેશ ગાંધી – હાલ ખાર રોડ, મુંબઈ (શ્રી. મણીલાલ અનંતરાઈ ગાંધી, મંજુલાબેન અનંતરાઈ ગાંધી, સંજય અનંતરાઈ ગાંધી ની સ્મૃતિમાં..)
પોથી ન્યોછાવર ૧૬,૯૯૯/-
પ્રત્યેક યજમાનને દિવસના ૩ જમવાનાં પાસેસ અને પોથી સાથે બ્રાહ્મણ સેવા આપવામાં આવશે અને શ્રીમદ ભાગવત પોથી, નવા બાજોઠ, પાટલા, પૂજા પાઠ નો ડબ્બો સામગ્રી જોડે, ફોટો ફ્રેમ, યજ્ઞ ની સામગ્રી, આરતી ની થાળી, સંસ્થા દ્વારા આપવામાં આવશે.
પોથી – યજમાન – મનોરથ નોંધાવવા સંપર્ક –
9867695909 / 9702087663/9619177144 / 9867900516/9757490956