News Continuous Bureau | Mumbai
Borivali station Signboard :આજે પણ ભારતમાં મોટાભાગના લોકો લાંબા અંતરની મુસાફરી કરવા માટે રેલવેનો ઉપયોગ કરે છે. કારણ કે ટ્રેનમાં મુસાફરી કરવી ખૂબ જ આર્થિક અને અનુકૂળ છે. તમે પણ એકવાર તો ટ્રેનમાં મુસાફરી કરી જ હશે.

તમે એ પણ નોંધ્યું હશે કે આપણા દેશમાં ચાલતી ટ્રેનોના સ્ટેશન પર સાઈનબોર્ડ લાલ અને વાદળી રંગના છે. પરંતુ હવે એના સ્થાને સ્ટેશનોનાં નામ તિરંગાના બૅકગ્રાઉન્ડ કલરમાં રંગવાની શરૂઆત થઈ ગઈ છે. અને એનો અમલ બોરીવલી સ્ટેશનથી થયો છે.

ઉપનગરીય રેલ્વે નેટવર્ક પર ભારતીય રેલ્વેની નવી સ્ટેશન સાઈનબોર્ડ નીતિ મુજબ પશ્ચિમ રેલ્વેના બોરીવલી રેલ્વે સ્ટેશનમાં ત્રિરંગા સ્ટેશન સાઈનબોર્ડ પૈકી એક છે.

મહત્વનું છે કે ગયા વર્ષે અહેવાલ આવ્યા હતા કે ભારતીય રેલવે દ્વારા નવી સાઈનબોર્ડ નીતિ બનાવવામાં આવી છે. ભારતીય રેલવે પાસે વિશ્વમાં સૌથી વધારે રેલવે-સ્ટેશનો છે. રેલવે સ્ટેશનોનાં નામ તિરંગાના રંગના બૅકગ્રાઉન્ડમાં લખવા માટેની નવી નીતિ લાગુ કરવામાં આવી છે. એટલે કે રેલવેનાં તમામ સ્ટેશનો પરનાં વિવિધ સાઈનબોર્ડમાં પણ એકરૂપતા લાવવામાં આવશે અને નામ ધરાવતા બોર્ડમાં અક્ષરોનું કદ, રંગ અને વિવિધ સાઈન ધરાવતાં ચિત્રો પણ એકસરખાં જોવા મળશે.