ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ ને બોગસ એકાઉન્ટથી વટાવી નાખવા સંદર્ભે હાલ તપાસ ચાલી રહી છે. આ સંદર્ભે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ છાપાઓ પાડવામાં આવ્યા છે. દરમિયાન બોરીવલી ખાતે સ્ટીલ અને સ્ક્રેપ નો વેપાર કરી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આ વ્યક્તિએ બાર કરોડ રૂપિયાના જીએસટીના બિલોની કરચોરી કરી છે. આ જ રીતે વડાલા અને માહિમમાં જીએસટી ના અધિકારીઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં ૪૩ કરોડ રૂપિયાનો ગેર વ્યવહાર હાથમાં આવ્યો હતો.
નવેમ્બર મહિનાથી શરૂ કરીને અત્યાર સુધીમાં આખા દેશમાં જે રેડ પાડવામાં આવી છે જેમાં ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ છે.