ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
બોરિવલી રેલ્વે સ્ટેશન પર આવેલી આરક્ષણ બારીના ૮ કર્મચારીઓને કોરોના થયો છે.આ વ્યક્તિઓમાંથી ચારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે કે અન્ય ચારને કોરન્ટીન કરવામાં આવ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકાએ તમામ રેલવે સ્ટેશન પર મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ શરૂ કર્યું છે. જેના ભાગરૂપે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ કેસ પકડાયા હતા. આ કેસ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. કારણ કે એ તમામ લોકો જેમણે તેમની પાસેથી ટિકિટ ખરીદી હતી તેઓ પણ ખતરામાં આવી ગયા છે.