Site icon

હવે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ – નેરળ માત્ર 30 મિનિટમાં પહોંચાશે, આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો અમલ થયો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
બહુ જલદી મુંબઈ અને નવી મુંબઈ દરમિયાન બોટની સેવા ચાલુ કરવામાં આવવાની છે. એક વખત બોટ સેવા ચાલુ થયા બાદ ભાઉચા ધક્કાથી નેરળ ફક્ત 30 મિનિટમાં પહોંચી શકાશે. જળમાર્ગે હાલ ભાઉચા ધક્કાથી નેરળ સુધીનું અંતર 11 નોટિકલ માઈલ્સ એટલે કે 20.3 કિલોમીટર જેટલું થાય છે. ચાર ઑક્ટોબરથી આ જળમાર્ગનું પરીક્ષણ ચાલુ થવાનું છે. ત્યાર બાદ ડિસેમ્બર 2021થી આ માર્ગ પર બોટ સેવા ચાલુ થઈ જશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ આ સેવા મે 2020માં ચાલુ થવાનું અપેક્ષિત હતું. પરંતુ કોરોના મહામારીનો ફટકો આ પ્રોજેક્ટને પડ્યો જ હતો. એ સાથે જ જુદી જુદી મંજૂરી મળવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. અગાઉ આ બોટ સેવા ચાલુ કરવાની અંતિમ મુદત મે 2021 કરવામાં આવી હતી. પરંતુ હવે તેને લંબાવીને ડિસેમ્બર 2021 કરી નાખવામાં આવી છે.

ઇતિહાસમાં ડોકિયું : જો ભારતે અફઘાનિસ્તાનનો એ પ્રસ્તાવ માની લીધો હોત તો આજે ભારતનો નકશો કંઈક અલગ હોત

Join Our WhatsApp Community
Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version