230
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકો અટકચાળો કરવાનું ચૂકતા નથી. આવું જ એક વિડીયો અત્યારે મુંબઈમાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક યુવક પોતાના હાથમાં રોકેટનું સ્ટેન્ડ લઈને રોકેટો લોકોના ઘરને તાકીને ફોડી રહ્યો છે. જેને કારણે લોકોને ઘણું મોટું આર્થિક નુકસાન અને જીવનું જોખમ થઈ શકે તેમ છે. એવું કહેવામાં આવે છે કે આ વિડીયો થાણા વિસ્તારનો છે. તેમજ આ વિડીયો કઈ જગ્યાનો છે અને ક્યારનો છે તે સંદર્ભે કોઈ સ્પષ્ટતા નથી. જો કે સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થઈ રહેલા આ વીડિયોમાં લોકોએ દાવો કર્યો છે કે હવે પોલીસ ગુનેગારને પકડવા માટે આગળ વધી રહી છે.
એક મૂરખે જોખમી રીતે લોકોના ઘર તરફ રોકેટ છોડ્યા. વિડીયો વાયરલ. pic.twitter.com/am1Rnnyvfg
— news continuous (@NewsContinuous) October 25, 2022
You Might Be Interested In