એક મૂર્ખે લોકોના ઘરને તાકીને ધનાધન રોકેટો છોડ્યા.. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ. હવે પોલીસ દોડતી થઈ…

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકો અટકચાળો કરવાનું ચૂકતા નથી. આવું જ એક વિડીયો અત્યારે મુંબઈમાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક યુવક પોતાના હાથમાં રોકેટનું સ્ટેન્ડ લઈને રોકેટો લોકોના ઘરને તાકીને ફોડી રહ્યો છે. જેને કારણે લોકોને ઘણું મોટું આર્થિક નુકસાન અને જીવનું જોખમ થઈ શકે તેમ છે. એવું કહેવામાં આવે છે કે આ વિડીયો થાણા વિસ્તારનો છે. તેમજ આ વિડીયો કઈ જગ્યાનો છે અને ક્યારનો છે તે સંદર્ભે કોઈ સ્પષ્ટતા નથી. જો કે સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થઈ રહેલા આ વીડિયોમાં લોકોએ દાવો કર્યો છે કે હવે પોલીસ ગુનેગારને પકડવા માટે આગળ વધી રહી છે.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More