Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ

મુંબઈ: ભાયખલા ટ્રાફિક વિભાગના એક પોલીસ કર્મચારીએ તત્પરતા અને હિંમત દર્શાવીને કાલાચોકી વિસ્તારમાં એક નર્સિંગ હોમમાં થયેલા ચાકુના હુમલામાં ફસાયેલી એક યુવતીને આરોપીના સકંજામાંથી મુક્ત કરાવી.

by aryan sawant
Mumbai police bravery પોલીસ જવાનની બહાદુરી ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ,

News Continuous Bureau | Mumbai

Mumbai police bravery મુંબઈ: ભાયખલા ટ્રાફિક વિભાગના એક પોલીસ કર્મચારીએ તત્પરતા અને હિંમત દર્શાવીને કાલાચોકી વિસ્તારમાં એક નર્સિંગ હોમમાં થયેલા ચાકુના હુમલામાં ફસાયેલી એક યુવતીને આરોપીના સકંજામાંથી મુક્ત કરાવી. પોલીસકર્મીએ યુવતીને બચાવ્યા બાદ તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી.
મળતી માહિતી મુજબ, ભાયખલા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પોલીસ સિપાઈ કિરણ સૂર્યવંશીએ આ પ્રસંશનીય કામગીરી કરી છે.
ઘટના કાલાચોકીના એક નર્સિંગ હોમમાં બની હતી, જ્યાં એક યુવતી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે આરોપીના કબજામાં હતી. પો.શિ. કિરણ સૂર્યવંશીને આ ઘટનાની જાણ થતાં જ તેમણે જરા પણ સમય વેડફ્યા વિના ત્વરિત કાર્યવાહી કરી.
પો.શિ. સૂર્યવંશીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો અને યુવતીને હુમલાખોરના કબજામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી. યુવતીને ઇજા પહોંચી હોવાથી, સૂર્યવંશીએ માનવતા દર્શાવીને તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવી. તેમની આ સમયસૂચકતા અને બહાદુરીના કારણે યુવતીનો જીવ બચી ગયો.

આ સમાચાર પણ વાંચો :Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

અંધેરી ઈસ્ટ પોલીસ સ્ટેશન તરફથી બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં પો.શિ. કિરણ સૂર્યવંશીની આ બહાદુરી અને માનવતાભરી કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. તેમની આ કામગીરી અન્ય પોલીસ કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ છે.

 

Join Our WhatsApp Community

You may also like