ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 ફેબ્રુઆરી 2021
દહીસર પશ્ચિમ માં લિંક રોડ ની પશ્ચિમ દિશામાં એક મોટું મેંગ્રોઝ વન આવેલું છે. એક આંકડા અનુસાર આ 425 એકર નું મોટું વન છે. અનેક વર્ષોથી અહીં રહેલા મેંગ્રોઝ ને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. દરેક વખતે સ્થાનિક લોકોના પ્રયાસથી આ વન સૌંદર્ય બચી જવા પામ્યું છે.

જોકે આ વખતે મામલો કંઇક અલગ છે. લોકોના નજરથી દૂર ચૂપચાપ રીતે છેક દરિયાની અંદર જઈને આવતા પાણી ને રોકવા માટે બંધ બનાવવામાં આવ્યો. ચોંકાવનારી વિગત એવી છે કે આ જગ્યાએ સામાન્ય માણસ પહોંચી શકતો નથી. આટલું જ નહીં અહીં મોટી નાવ પણ જઈ શકતી નથી.આ પરિસ્થિતિમાં પણ આ જગ્યા પર સિમેન્ટના બ્લોકર્સ પહોંચી ગયા. તેમજ બંધ બનાવવાનું કામ શરૂ થઈ ગયું.

આ મામલે સ્થાનિક વ્યક્તિઓને ગંધ આવતા જ્યારે જગ્યાનું ઇન્સ્પેક્શન કરવા માટે સ્થાનિક લોકો નાની બોટ માં ગયા ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી.

આ સંદર્ભે સ્થાનિક રહેવાસી હરીશ પાંડે એ ન્યુઝ કંટીન્યુઝ જણાવ્યું કે આ એક રહસ્ય છે કે રાતોરાત અહીં બંધ શી રીતે બની ગયો. પૂનમના દિવસે મોટી ભરતી આવે છે. આ મોટી ભરતીના પાણીમાં મેંગ્રોઝ નું જીવન જીવે છે. તેને નષ્ટ કરવા માટે અને મોટી ભરતી નું પાણી મેંગ્રોઝ સુધી ના પહોંચે તે માટે આ કાવતરું ઘડાયું છે.
