Site icon News Continuous Bureau | Mumbai

દહીસર ની 425 એકર જમીન પર બિલ્ડરની નજર, મેંગ્રોઝ તોડવા માટે રાતોરાત પુલ બની ગયો. જાણો ચોંકાવનારી વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

27 ફેબ્રુઆરી 2021

દહીસર પશ્ચિમ માં લિંક રોડ ની પશ્ચિમ દિશામાં એક મોટું મેંગ્રોઝ વન આવેલું છે. એક આંકડા અનુસાર આ 425 એકર નું મોટું વન છે. અનેક વર્ષોથી અહીં રહેલા મેંગ્રોઝ ને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. દરેક વખતે સ્થાનિક લોકોના પ્રયાસથી આ વન સૌંદર્ય બચી જવા પામ્યું છે.

જોકે આ વખતે મામલો કંઇક અલગ છે. લોકોના નજરથી દૂર ચૂપચાપ રીતે છેક દરિયાની અંદર જઈને આવતા પાણી ને રોકવા માટે બંધ બનાવવામાં આવ્યો. ચોંકાવનારી વિગત એવી છે કે આ જગ્યાએ સામાન્ય માણસ પહોંચી શકતો નથી. આટલું જ નહીં અહીં મોટી નાવ પણ જઈ શકતી નથી.આ પરિસ્થિતિમાં પણ આ જગ્યા પર સિમેન્ટના બ્લોકર્સ પહોંચી ગયા. તેમજ બંધ બનાવવાનું કામ શરૂ થઈ ગયું.

આ મામલે સ્થાનિક વ્યક્તિઓને ગંધ આવતા જ્યારે જગ્યાનું ઇન્સ્પેક્શન કરવા માટે સ્થાનિક લોકો નાની બોટ માં ગયા ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી.

આ સંદર્ભે સ્થાનિક રહેવાસી હરીશ પાંડે એ ન્યુઝ કંટીન્યુઝ જણાવ્યું કે આ એક રહસ્ય છે કે રાતોરાત અહીં બંધ શી રીતે બની ગયો. પૂનમના દિવસે મોટી ભરતી આવે છે. આ મોટી ભરતીના પાણીમાં મેંગ્રોઝ નું જીવન જીવે છે. તેને નષ્ટ કરવા માટે અને મોટી ભરતી નું પાણી મેંગ્રોઝ સુધી ના પહોંચે તે માટે આ કાવતરું ઘડાયું છે.

રાજ્યમાં વધતા જતા કોરોના ના પ્રકોપના પગલે શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય. જાણો વિગતે

MHADA Lottery 2026 મુંબઈમાં ૨,૬૪૦ પરવડે તેવા ઘરો માટે લોટરીની જાહેરાત, જાણો અરજી અને ડ્રોની વિગતો..
Mumbai police force મુંબઈ પોલીસ દળમાં રૂ. ૬.૪૧ કરોડની હેરાફેરીનો પર્દાફાશ નકલી પોલીસ કર્મચારીઓને મળતો રહ્યો પગાર, વિશેષ તપાસ સમિતિ રચાઈ
Matunga BMC ward office માટુંગામાં બીએમસી વૉર્ડ ઓફિસ બહાર બે કોન્ટ્રાક્ટરો વચ્ચે ખૂની જંગ ટેન્ડર વિવાદમાં જાહેરમાં ચાકુબાજી, બંને સામે ગુનો દાખલ
Mithi River Makeover પ્રકૃતિ અને વિકાસનો અદ્ભુત સમન્વય મીઠી નદી કિનારે ૩ કિમી લાંબો આકર્ષક પ્રોમેનેડ બનશે, હજારો વૃક્ષો સુરક્ષિત
Exit mobile version