બિલ્ડિંગમાં રહેલા ગૅરેજની માલિકી ફક્ત ને ફક્ત હાઉસિંગ સોસાયટીની, કોર્ટે આપ્યો આ મહત્ત્વનો ચુકાદો; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 18 ઑગસ્ટ 2021

બુધવાર

સોસાયટીમાં રહેલાં પાર્કિગ અને ગૅરેજ કૉમન એરિયા અને સુવિધાઓની વ્યાખ્યામાં આવે છે. બિલ્ડરને એ પાર્કિંગનું સ્થળ અથવા ગૅરેજ વેચવાનો અધિકાર નથી. પ્રમોટર અથવા બિલ્ડરને બિલ્ડિંગનો એવો કોઈ હિસ્સો વેચવાનો અધિકાર નથી જે ફ્લૅટ ના હોય. એવો ચુકાદો તાજેતરમાં સિવિલ કોર્ટે આપ્યો છે.

દક્ષિણ મુંબઈની હાઉસિંગ સોસાયટીના સંલગ્ન આ કેસમાં સિવિલ કોર્ટે સોસાયટીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. એમાં ફ્લૅટ માલિકોને અગાઉના માલિક પાસેથી ખરીદેલા ગૅરેજને પાછો સોસાયટીને સોંપી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફ્લૅટના પહેલાંના માલિકને ફ્લૅટની સાથે ગૅરેજ વેચવાનો અધિકાર ન હોવાની સ્પષ્ટતા પણ કોર્ટે કરી હતી. પહેલાંના ફ્લૅટના માલિકને 1972ની સાલમાં ફ્લૅટ ખરીદતાં સમયે તેમને ગૅરેજ માત્ર ફાળવવામાં આવ્યું હતું. આ એક કૉમન સુવિધા હતી. બિલ્ડર પાર્કિંગ અથવા ગૅરેજ વેચી ના શકે. 

આતે કેવું ગાંડપણ? દાદર ખાતે દરિયામાં ઘોડા ને લઈ જવામાં આવ્યો અને કરી ઘોડે સવારી. જુઓ ફોટોગ્રાફ

બચાવ પક્ષે ગેરકાયદે ડીડ ઑફ ટ્રાન્સફરને આધારે ગૅરેજ પર અતિક્રમણ કર્યું છે. હાઉસિંગ સોસાયટી કાયદેસર રીતે ગૅરેજનો હક ધરાવે છે. મૂળ  ફ્લૅટના માલિકને અંગત વપરાશ માટે ગૅરેજ આપવામાં આવ્યું હતું. તેને  પોતાના ફ્લૅટની સાથે એને વાપરવામાં આવેલું ગૅરેજ વેચવાનો અધિકાર નથી એવી સ્પષ્ટતા કોર્ટે કરી હતી તેમ જ ગૅરેજનો કબજો હાઉસિંગ સોસાયટીને સોંપ્યો હતો.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment