ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
25 ઓગસ્ટ 2020
દક્ષિણ મુંબઈના એક ટોચના બિલ્ડરે પોતાનો ઑગસ્ટ ક્રાંતિ મેદાન સ્થિત ફ્લેટ ખરીદ કિંમત કરતા પણ ઘણાં ઓછા ભાવે વેચવો પડ્યો છે. જેના પરથી ખ્યાલ આવે છે કે સ્થાવર મિલકતનું બજાર સારી સ્થિતિમાં નથી, બિલ્ડરો લિક્વિડ ભંડોળ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
દક્ષિણ મુંબઈના બીજા એક ટોચના બિલ્ડરે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં, તેના અને તેમના પુત્રના નામ પરનો ફ્લેટ લિક્વિડિટી માટે વેચવો પડ્યો છે. તેણે પોતાનો ફ્લેટ 6 કરોડ રૂપિયામાં વેચ્યો હતો, જ્યારે રેડી ફ્લેટની તૈયાર ગણતરી 9 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. પરંતુ લિક્વિડ નાણાંની જરૂર હોવાથી બિલ્ડરે ઓછાં ભાવે વેંચી દીધો હતો. આ ફ્લેટ દક્ષિણ મુંબઈના નાના ચોક આવેલી બિલ્ડિંગના 33 મા માળે હતો. વેચાયેલા ફ્લેટનો કાર્પેટ એરિયા 2,316 ચોરસ ફૂટ હતો અને દસ્તાવેજોની નોંધણી માટે રૂ. 1.07 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચુકવવામાં આવી હતી. આમ કરોડો રૂપિયાની ખોટ ખાઈને પણ બિલ્ડરો પ્રોજેક્ટ માટે લિક્વિડિટી ઉભી કરી રહયાં છે.
રીઅલ એસ્ટેટ ક્ષેત્ર એ વર્તમાન સમયમાં સૌથી વધુ અસરગ્રસ્ત વ્યવસાયોમાંનું એક છે. લોકડાઉન પહેલા પણ આની પરિસ્થિતિ બહુ સારી નહોતી, નિષ્ણાતો કહે છે કે આ રીઅલ એસ્ટેટ ઉદ્યોગની વાસ્તવિક પરિસ્થિતિનું પૂર્વાવલોકન છે. જેની આવનારા દિવસોમાં ભાવ ઘટાડાની મોટી સંભાવના રહેલી છે.
કોર્પોરેટ ફાઇનાન્સ એડવાઇઝરી કંપનીના સીઈઓ કહે છે, “આ ઘટના બતાવે છે કે બિલ્ડરો બજારની અનિશ્ચિતતાને કારણે બેંકની લોન લેવા માટે અચકાય છે. કારણકે લોન સાથે વ્યાજ મીટર આગળ વધશે અને વિકાસકર્તા પર વધુ બોજો પડશે." આવા સમયે બિલ્ડર પોતાની સંપત્તિ વેચવાનું અને ભંડોળ ઉભું કરવાનું પસંદ કરશે. કારણ કે તે ભવિષ્યમાં પોતાના માટે બીજી મિલકત ખરીદવા માટે પૂરતા પૈસા કમાઈ શકે છે. પરંતુ અનિશ્ચિત બજારમાં લોન લેવાનુ જોખમ બિલ્ડરો લેશે નહીં..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com