ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 સપ્ટેમ્બર 2020
કોરોના સંક્રમણ ને કારણે દેશભરમાં સરકારે લોકડાઉન લાગુ કર્યું હતું. જેને કારણે બાંધકામ ક્ષેત્રે કામ કરતાં પરપ્રાંતીય મજૂરો પોતાના વતન પરત જતાં રહ્યાં છે. જેને કારણે સમગ્ર કન્સ્ટ્રકશન કાર્ય ઠપ્પ પડ્યું છે. હોવી આ મજૂરોને રાજ્યમાં પરત લાવવા માટે સરકાર અને રેલવે વિભાગ પાસે બિલ્ડરોએ મદદ માંગી છે.
મહારાષ્ટ્ર સરકાર અને ભારતીય રેલ્વેને સંબોધી લખવામાં આવેલા પત્રોમાં, બિલ્ડરોની સર્વોચ્ચ સંસ્થા ક્રેડાઇ એમસીઆઈએ, પરપ્રાંતિય બાંધકામ કામદારોને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) માં પાછા ફરવા માટે જરૂરી સાધન પૂરા પાડવા મદદ માંગી છે.
બિલ્ડર્સ બોડી MCHIનો દાવો છે કે, 75 % થી વધુ સ્થળાંતર કામદારો હજી પણ તેમના વતનમાં અટવાઈ ગયા છે અને પાછા ફરવાની ન્યૂનતમ તકો છે. જ્યારે મજૂરોની અછત બાંધકામ ઉદ્યોગની મંદીને હજુ મંદ પાડી રહ્યું છે.
ક્રેડાઇ એમસીઆઈઆઈએ રાજ્ય સરકાર અને ભારતીય રેલ્વેને વિનંતી કરી છે કે તેઓ મુખ્યત્વે યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિતના રાજ્યોના કામદારો માટે રેલ્વે જેવું સસ્તું અને સુવિધાજનક માધ્યમોની સુવિધા માટે મદદ કરે.. ત્યાંથી બાંધકામ સ્થળોએ બનાવવામાં આવેલા સલામત વાતાવરણની અંદર કામ ફરી શરૂ કરવા માટે બિલ્ડરો બાકીની વ્યવસ્થા કરશે. ”
કેટલીક સાવચેતી બિલ્ડરો પોતાની સાઇટ્સ પર મજૂર માટે અનુસરે છે. જેમાં..
• કામ શરૂ કરતા પહેલા તાપમાન તપાસવું, સામાજિક અંતર, તાલીમ અને પ્રોટોકોલનું પાલન કરવું
• કાર્યકરોની નિયમિત તબીબી તપાસણી માટે સાઇટ પર ડોક્ટરની સાપ્તાહિક મુલાકાત
• સલામતી વધારવા માટે સીડી, લિફ્ટ, હેલ્મેટ્સની નિયમિત વ્યવસ્થા
• બિનજરૂરી ભીડ ટાળવા માટે અલગ અલગ ભોજનનો સમય
• કોઈ પણ કાર્યકરનું કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યું હોય અથવા તેના લક્ષણો બતાવી રહ્યા છે તેના માટે ખાસ આઇસોલેશન રૂમની સુવિધા કરવામાં આવી છે…