News Continuous Bureau | Mumbai
મુંબઈ(mumbai) માં એક પ્રખ્યાત બિલ્ડરની આત્મહત્યા(Suicide) ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કન્સ્ટ્રક્શન બિઝનેસમેન પારસ પોરવાલે (Buisnessman Paras Porwal) જીવનનો અંત આણ્યો છે. પારસ પોરવાલે રહેણાંક મકાનના 23મા માળેથી કૂદીને તેમના જીવનનો અંત આણ્યો છે.
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ બિઝનેસમેન પારસ પોરવાલે સવારે 6 થી 7 વાગ્યાની આસપાસ ભાયખલા(Byculla) માં રહેણાંક મકાનના 23મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યાથી પોરવાલ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમજ આ બનાવથી બિલ્ડર વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે. પારસ પોરવાલે દક્ષિણ મુંબઈમાં ઘણી ઈમારતો બનાવી છે.
આ સમાચાર પણ વાંચો : સત્તા પરિવર્તન બાદ પ્રથમ વખત એનસીપી સુપ્રીમો શરદ પવાર શિંદે સરકાર સાથે એક મંચ દેખાયા- અટકળો વહેતી થઈ- જુઓ ફોટો
પારસ પોરવાલ દક્ષિણ મુંબઈ(South Mumbai)ના સૌથી પ્રખ્યાત બિલ્ડર તરીકે જાણીતા હતા. પરંતુ તેઓએ શા માટે આવું પગલું ભર્યું તેનું કારણ હજુ બહાર આવ્યું નથી. આ ઉપરાંત પોરવાલ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. દરમિયાન પોલીસે પોરવાલના આત્મહત્યા કેસની તપાસ શરૂ કરી દીધી છે. હાલ તેમના પરિવાર, મિત્રો, બિઝનેસ પાર્ટનરની પૂછપરછ કરવામાં આવી રહી છે.