News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ રેલવેના(Central railway) ભાયખલા રેલ્વે સ્ટેશને(Byculla railway station) તેના મૂળ ગોથિક વારસાની(Gothic heritage) ભવ્યતા પુનઃ પ્રાપ્ત થઈ છે. મુંબઈના સૌથી જૂના સ્ટેશનો પૈકીનું એટલે કે લગભગ 169 વર્ષ જૂના ભાયખલા રેલ્વે સ્ટેશન છે. જે વર્ષ 1853માં કાર્યરત થયું હતું.

આ પ્રોજેક્ટ નું ઔપચારિક ઉદ્ઘાટન શુક્રવાર, 29મી એપ્રિલે બપોરે 12 વાગ્યે ભાયખલા રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ નંબર એક પર ભારત સરકારના રેલ્વે, કોલસાની ખાણોના માનનીય રાજ્ય મંત્રી શ્રી રાવ સાહેબ દાદારાવ પાટીલ(Shri Rao Saheb DadaRao Patil Danve) દાનવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) સહિત અનેક માન્યવરોએ હાજરી પુરાવી હતી.

ભાયખલા સ્ટેશન ઈમારતના નવીનીકરણ સાથે, મુંબઈના હેરિટેજ રેલ્વે સ્ટેશને તેનું મૂળ ગોથિક સ્થાપત્ય ગૌરવ પાછું મેળવ્યું છે. આ પ્રોજેક્ટ 18 મહિનામાં પૂરો કરવાનો હતો. જો કે કોરોના મહામારી કારણે આ પ્રોજેક્ટને આકાર લેવામાં ત્રણ વર્ષ લાગ્યાં હતા. આ રેલ્વે સ્ટેશનના પ્રાચીન સ્થાપત્યને પુનઃસ્થાપિત કરવાનું કામ 20 જુલાઈ, 2019 ના રોજ તત્કાલિન રેલવે મંત્રી પીયૂષ ગોયલ દ્વારા ભૂમિ પૂજન સાથે શરૂ થયું હતું.

આ સમાચાર પણ વાંચો : આશરે 25 મહિનાઓ પછી મુંબઈનું આ પર્યટન સ્થળ ખુલ્યું. બાળકો માટે જ્ઞાનનો ખજાનો.. આ ઉનાળામાં જરૂર જજો અહીં. જાણો વિગતે.
હેરિટેજ વિસ્તારને પુનઃ સ્થાપિત કરવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. સાઇટ પર મળેલા ઐતિહાસિક પેઇન્ટ સ્ક્રેપ્સ(Historical paint scraps) અનુસાર આઇકોનિક ગ્રીલ પેઇન્ટ કરવામાં આવી હતી અને સાગના લાકડાની પેનલિંગે ટીન્ટેડ ગ્લાસ ફેનલાઇટ સાથે મોટી ટિકિટિંગ વિન્ડો બનાવવામાં આવી છે. સ્ટેશન પુનઃસ્થાપનની કવાયતમાં બેસાલ્ટ પથ્થરની સફાઈ, દરવાજા, બારીઓ, ગ્રીલ અને દરવાજા જેવા મૂળ ફેનેસ્ટ્રેશનની પુનઃસ્થાપનાનો સમાવેશ થાય છે. ટિમ્બર ટ્રસ રૂફ, મેંગલોર ટાઇલ્સ ની સાથે નાની લીન-ટુ રૂફ નું પુનઃ સ્થાપન કરવામાં આવ્યું છે. સ્ટેશનને બધા માટે સુલભ બનાવવા માટે રેમ્પ્સ ઉમેરવામાં આવ્યા છે.
