News Continuous Bureau | Mumbai
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ની ટીમે ( CAG team ) મંગળવારે BMC ની મુલાકાત ( head office ) લીધી હતી અને મ્યુનિસિપલ ( BMC ) કમિશનર ઇકબાલ ચહલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે “એન્ટ્રી કોન્ફરન્સ” ( entry conference ) યોજી હતી. આરોપ છે કે કોવિડ-19 સંબંધિત કામો સહિત રૂ. 12,000 કરોડના નાગરિક પ્રોજેક્ટ્સની સંદર્ભે કામ માં ગડબડ ( scam ) થઈ છે.
વરિષ્ઠ અધિકારીઓએ એક પ્રતિષ્ઠીત મિડીયા હાઉસને જણાવ્યું હતું કે કામોનું ઓડિટ કરવા માટે કેગે 5 અધિકારીઓ સાથે 5 ટીમો બનાવી છે. આ કોન્ફરન્સ એક કલાક ચાલી હતી જે દરમિયાન CAG અધિકારીઓએ હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સના દસ્તાવેજો, નોંધો અને અન્ય વિગતો માંગી હતી.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની નજીક આવ્યો ભૂકંપ. લોકોમાં ફફડાટ
એન્ટ્રી કોન્ફરન્સ શું છે?
એન્ટ્રી કોન્ફરન્સ (entry conference) એ એક ઔપચારિક મીટિંગ છે જ્યાં CAG ( CAG team ) અધિકારીઓ ઓડિટ થવા જઈ રહેલા વિવિધ વિભાગોની તેઓ કેવી રીતે મુલાકાત લેશે તેના પર તેમની યોજના ઘડી કાઢે છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને, સીએમ એકનાથ શિંદેએ CAG ને BMC ના 28 નવેમ્બર, 2019 અને ફેબ્રુઆરી 28, 2022 વચ્ચે હાથ ધરાયેલા રૂ. 12,000 કરોડના પ્રોજેક્ટની તપાસ કરવા જણાવ્યું હતું.