ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર.
નવી મુંબઈના મહાપે વિસ્તારમાં એક કાર દુર્ઘટના થવા પામી છે. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું નથી પરંતુ એક ગાડી વરસાદમાં વહી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાપે વિસ્તારના એમઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરીયા ખાતે એક ગાડી વરસાદમાં વહી ગઈ હતી. કાળા રંગની ટોયોટા ઇનોવા ગાડી બીપી રસ્તાના કિનારે ઊભી હતી પરંતુ પાણીનો વેગ એવો જોરદાર હતો કે આખી ગાડી તણાઈ ગઈ.
વરસાદ ચાલુ જ રહેવાનો છે; તમારી નજરે જુઓ સેટેલાઇટ તસવીર, જાણો શું કહી રહ્યો છે હવામાન વિભાગ
જોકે સ્થળ પર મોજુદ લોકોએ મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નાકામ રહ્યો. જુઓ વિડિયો.