News Continuous Bureau | Mumbai
એક કાર્ગો બોટ(Cargo Boat) દક્ષિણ મુંબઈમાં(South Bombay) બેલાર્ડ પિયરથી(Ballard Pierre) અરબી સમુદ્રમાં(Arabian Sea) ડૂબી ગઈ હતી અને તે ડૂબવા લાગી ત્યારે તેમાં સવાર ત્રણ ખલાસીઓને તરત જ બચાવી લેવાયા હતા. આ ઘટના શનિવારે સવારે બની હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થયો છે.
મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (MbPT) ખાતે કાર્ગો બોટમાં સામાન લોડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, બોટ નજીકના બેલાર્ડ પિયર પર ગઈ હતી અને સ્ટોકને અનલોડ(Stock Unload) કરીને ત્યાં એક મોટા જહાજમાં ભરવામાં આવ્યો હતો. જેમ જેમ અનલોડિંગની પ્રક્રિયા પૂરી થઈ હતી, કાર્ગો બોટમાં પાણી પ્રવેશવાનું શરૂ કર્યું અને બોટમાં સવાર ત્રણ વ્યક્તિઓ ડરના માર્યા દરિયામાં કૂદી પડ્યા હતા હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું. જોકે, નજીકની અન્ય બોટના સ્ટાફે(Boat staff) ત્રણેયને બચાવી લીધા હતા.
#મુંબઈના બેલાર્ડપીયરમાં #બોટ ડુબી ગઈ. લોકોને બચાવી લેવાયા. જુઓ લાઈવ #વિડીયો…#Southbombay #Ballardpierre #boat #rescue pic.twitter.com/3MckCEC8B2
— news continuous (@NewsContinuous) May 16, 2022
આ સમાચાર પણ વાંચો : પોલીસ પર હાથ ઉઠાવવો ભારે પડ્યો, 11 વર્ષ બાદ કોર્ટે ફટકારી આટલા વર્ષની જેલની સજા…જાણો વિગતે.
કાર્ગો બોટ પાછળથી જોકે ડૂબી ગઈ હોવાનું પોલીસ અધિકારીએ(Police men) જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ બોટના એન્જિનમાં(Engine Boat) ટેકનિકલ ખામી(technical problems) સર્જાવાને કારણે આ ઘટના બની હતી. કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી પરંતુ આ દુર્ઘટનાની તપાસ ચાલી રહી હોવાનું પોલીસે કહ્યું હતું.